બનાવો…. કલરફૂલ ઈડલી ઉપમા

સામગ્રી

leftover-idli-upma-recipe14

*   ૬ લેફ્ટઓવર ઈડલી (બચેલી),

*   ૨ ટીસ્પૂન તેલ,

*   ૧ ટીસ્પૂન રાઈ,

*   ૨ પીસ ટુકડા કરેલ કશ્મીરી રેડ મિર્ચ,

*   ૪ થી ૫ કાજુના ટુકડા,

*   ૧/૨ કપ સમારેલ અને બાફેલ ગાજરના ટુકડા,

*   ૧/૨ કપ બાફેલ લીલા વટાણા,

*   ૧/૨ કપ બારીક સમારેલ ટામેટાં,

*   સ્વાદાનુસાર મીઠું,

*   ૨ ટીસ્પૂન પાણી.

રીત

એક બાઉલમાં લેફ્ટઓવર ઈડલી નાખી તેનો મીડીયમ ભૂકો કરવો. હવે નોનસ્ટીક પેનમાં તેલ નાખી ગરમ થાય એટલે રાઈ અને ટુકડા કરેલ કશ્મીરી રેડ મિર્ચ નાખી આને એકાદ મિનીટ સુધી સાંતડવું.

હવે આમાં કાજુના ટુકડા, સમારેલ અને બાફેલ ગાજરના ટુકડા, બાફેલ લીલા વટાણા, બારીક સમારેલ ટામેટાં, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખી એકાદ બે મિનીટ સુધી ધીમા તાપે કુક કરવું. ત્યારબાદ આમાં મીડીયમ ભૂકો કરેલ લેફ્ટઓવર ઈડલી નાખી મિક્સ કરવું અને એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું. હવે આને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.

Comments

comments


7,770 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 0