બનાવો અલગ પ્રકારની કારેલા બટેટાની સબ્જી

સામગ્રી

karela-alu-subzi-1

* ૩ કપ ગોળાકારમાં કાપેલા કારેલા,

* સ્વાદાનુસાર મીઠું,

* ૪ ટેબલ સ્પૂન તેલ,

* ૧/૨ ટેબલ સ્પૂન જીરું,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૧ કપ સુધારેલા બટાટા,

* ૧/૨ કપ સમારેલ કોથમીર,

* ૧/૪ કપ કાજુના ટુકડાં,

* ૨ ટેબલ સ્પૂન તલ,

* ૧૧/૨ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર,

* ૩/૪ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૨ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧/૪ ટેબલ સ્પૂન આમચૂર પાવડર,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર.

રીત

એક બાઉલમાં ગોળાકારમાં કાપેલા કારેલા (અંદરથી બીજ કાઢવા) નાખી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સ કરી લેવું. આને ૧૦ થી ૧૫ મિનીટ સુધી સાઈડમાં રાખવું. હવે આ કારેલામાંથી બંને હાથ વડે મુઠ્ઠીમાં દબાવીને પાણી કાઢી નાખવું અને ફેકી દેવું.

હવે એક નોનસ્ટીકમાં તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, હળદર અને કારેલા નાખી મિક્સ કરી લેવું. આને ઘીમાં ગેસે લગભગ ૧૦ મિનીટ સુધી ઢાંકીને કુક થવા દેવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. પછી આમાં સુધારેલા બટાટા અને સ્વાદાનુસાર મીઠું નાખીને ફરીવાર ૮ થી ૧૦ મિનીટ સુધી ઢાંકી રાખવું.

હવે આ મિશ્રણમાં સમારેલ કોથમીર, કાજુના ટુકડાં, તલ નાખીને ઢાંક્યા વગર બે થી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું. પછી આમાં ધાણાજીરું પાવડર, લાલ મરચું, ખાંડ અને આમચૂર પાવડર નાખીને મિક્સ કરી ત્રણથી ચારેક મિનીટ સુધી કુક કરવું. હવે તૈયાર છે બટેટાનું શાક. આને ગાર્નીશ કરવા માટે સમારેલ કોથમીર નાખવી.

Comments

comments


7,656 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 2 =