બધાને ભાવે તેવી ‘વેજીટેબલ કટલેસ’ – જાણવા જેવું

સામગ્રી

cabage-cutlet-4

* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ કપ કાપેલા કાંદા,

* ૧ કપ કાપેલા બટાટા,

* ૧/૨ કપ સમારેલી ગ્રીન ચોળી,

* ૧/૨ કપ સમારેલ ગાજર,

* ૧/૨ કપ સમારેલી કોબીજ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૨ ટેબલ સ્પૂન મેંદાનો લોટ,

* ૩/૪ કપ પાણી.

રીત

Vegetable cutlets

એક પેનમાં ઓઈલ ગરમ થયા બાદ કાપેલા કાંદા નાખીને ૧ મિનીટ સુધી બરાબર સાંતડવું. હવે બટાટા, ગ્રીન ચોળી, ગાજર અને કોબીજ નાખીને બરાબર મિક્સ કરી લેવું. આ મિશ્રણને બરાબર ૧૦ થી ૧૫ મિનીટ સુધી બફાવવા દેવું. આ મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી ચોંટે નહિ. હવે આમાં મીઠું, લાલ મરચું અને હળદર નાખીને આ મિશ્રણમાં ઉપરથી મેંદાનો લોટ ભભરાવવો ત્યારબાદ તેને મેશરથી હલાવવું.

હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લેવું. ઉતર્યા બાદ આને થોડું ઠંડુ થવા દેવું. હવે આને લંબગોળ આકાર આપવો. ત્યારબાદ ૧/૨ કપ મેંદાના લોટમાં ૩/૪ કપ પાણી નાખીને આછું મિશ્રણ તૈયાર કરવું. હવે આમાં તૈયાર કરેલ લંબગોળ કટલેટ બોળીને ભૂકો કરેલ બ્રેડના ચુરામાં નાખવી. આવી રીતે બધી કટલેટ તૈયાર કરવી. ત્યારબાદ તળતી વખતે થોડી બ્રાઉન થવા દેવી. તો તૈયાર છે વેજીટેબલ કટલેસ

Comments

comments


8,982 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 × 6 =