બધાને ભાવે તેવી ‘દાળ ઢોકળી’

બધાને ભાવે તેવી 'દાળ ઢોકળી'4 વ્યક્તિઓ માટે બનાવો સ્પેશલ ‘દાળ ઢોકળી’

સામગ્રી:

દાળ માટે:

બધાને ભાવે તેવી 'દાળ ઢોકળી'

 • 1 1/2 કપ તુવેર દાળ (બાફીને પીસેલી)
 • 2 મધ્યમ કદના ટમેટા, સમારેલા
 • 1/2 કપ બાફેલી સિંગ
 • 1/2 ટીસ્પૂન, આદુની પેસ્ટ
 • લીલા મરચા, 2-3, સમારેલા
 • લીમડાના પાન, થોડા
 • 1 ટેબલસ્પૂન ગોળ
 • 1 ટેબલસ્પૂન આંમલીનો પલ્પ
 • 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
 • 1 ટીસ્પૂન રજવાડી ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
 • મીઠું, સ્વાદ અનુસાર
 • 2 ટેબલસ્પૂન તેલ
 • 1 ટીસ્પૂન, રાઈ-જીરુના દાણા
 • 1/4 ટીસ્પન હીંગ
 • 1/4 ટીસ્પૂન હળદર

બધાને ભાવે તેવી 'દાળ ઢોકળી'ઢોકળી માટે:

 • 1 1/2 કપ ઘઊંનો લોટ
 • 1/2 કપ બેસન
 • મીઠું, સ્વાદ અનુસાર
 • 1 ટેબલસ્પૂન ધાણા જીરુ પાવડર
 • હીંગ, 1 ચપટી
 • હળદર, 1 ટીસ્પૂન
 • 2 ટેબલસ્પૂન તેલ
 • 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
 • કણક બાંધવા માટે પાણી

રીત:

ઢોકળી:

 • બધી જ સામગ્રીને મિક્સ કરીને પાણી સાથે નરમ કણક બાંધો. કણક બાંધ્યા પછી થોડું તેલ લઈને તેને વધુ નરમ બનાવી શકાય છે.
 • આ કણકને લોયા કરીને પછી તેને વણીલો ત્યાર પછી આ વણેલા રોટલાને સરખા ભાગે કાપો તેને ઢાંકીને બાજુ પર રાખી દો.

દાળ:

 • એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાયજીરુ ઉમેરીને તેને તતળવા દો.
 • તેમાં હીંગ, હળદર, લાલ મરચાનો પાવડર અને પીસેલી દાળ ઉમેરીને 1 મિનીટ પકાવો.
 • પછી તેમાંપાણી,મીઠું, મસાલો, આદુ, લીલા મરચા, લીમડાના પાન, ટમેટા, ગોળ, આંમલીનો પલ્પ અને બાફેલી સિંગ ઉમેરો.
 • હવે દાળને મધ્યમ આંચ પર ઉકળવા દો.
 • હવે બાંધેલા કણકમાંથી ગોળાને હાથથી દબાવીને થોડી પાતળી કરો, અથવા તો તમે મોટો રોટલો વણી તેને સક્કરપારાનીn જેમ કાપીશકો છો
 • તેને ઉકળતી દાળમાં ઉમેરો, આ ઢોકળીને વ્યવસ્થિત ધીમી આંચ પર પકવા દો.
 • કોથમિરથી ગાર્નિશ કરીને દેશી ઘી અને ભાત સાથે સર્વ કરો

Comments

comments


6,618 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 14