બચ્ચન બહુ માટે ખાસ આઈવું હેલીકોપ્તેર

બચ્ચન બહુના નખરા, કારમાં જવાની ના પાડતા મંગાવવું પડ્યું હેલિકોપ્ટર
બચ્ચન બહુ ઐશ્વર્યા રાય એક જ્વેલરી શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે અમૃતસર આવી હતી. જોકે, અમૃતસરથી જલંધર જવા માટે ખાસ એશ માટે હેલિકોપ્ટર બોલાવવું પડ્યું હતું.

જલંધરમાં એશે જ્વેલરી શો રૂમનું ઉદ્ધાટન કરવાનું હતું. પહેલાં એશ અમૃતસરથી જલંધર કારમાં જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ એશે કારમાં જવાની ના પાડી હતી અને આયજકોએ હેલિકોપ્ટર મંગાવવું પડ્યું હતું.

બચ્ચન બહુના નખરા, કારમાં જવાની ના પાડતા મંગાવવું પડ્યું હેલિકોપ્ટરચાર્ટડ પ્લેનથી આવી અમૃતસરઃ એશ શોરૂમના ઉદ્ધાટન માટે ખાસ ચાર્ટડ પ્લેનથી રવિવારે સવારે અમૃતસર એરપોર્ટ પર આવી હતી. અમૃતસરમાં શોરૂમના ઉદ્ધાટન બાદ એશ જલંધર જવાની હતી. જોકે, તેણે બાય રોડ જવાની ના પાડતા ખાસ હેલિકોપ્ટર મંગાવવું પડ્યું હતું.

સ્પેન એર પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર બપોરે લગભગ દોઢ વાગે જલંધર જવા રવાના થયું હતું. જલંધર શો-રૂમના ઉદ્ધાટન બાદ એશ અંદાજે સવા ચાર વાગે અમૃતસર આવી હતી અને પાંચ વાગે મુંબઈ જવા રવાના થઈ હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,871 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 5 =