ફ્લાઇંગ રેસ્ટોરાં: સ્ટેડિયમમાં 131 ફૂટની ઊંચાઈથી મેચની માણી મજા

Games in janvajevu

ઓસ્ટ્રેલિયાએ ધોનીબ્રિગેડના સતત બીજો વર્લ્ડકપ જીતવાના સ્વપ્નને ભંગ કરી નાખ્યું. બીજી સેમિફાઈનલમાં કાંગારુ ટીમે ટીમ ઈન્ડિયાને 95 રને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળ‌વ્યું જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. સિડની ખાતે રમાયેલી આ મેચને નિહાળવા માટે બ્હોળી સંખ્યામાં દર્શકો સ્ડેટિયમમાં આવ્યા હતા, જ્યારે કેટલાક દર્શકોને સ્ટેડિયમમાં આવવાની તક નહીં મળતાં તેમણે ફ્લાઇંગ રેસ્ટોરાંનો સહારો લીધો હતો અને સ્ટેડિયમમાં ૧૩૧ ફૂટની ઉંચાઇથી મેચની મજા માણી હતી.

Games in janvajevu

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 328 રન બનાવ્યા જેના જવાબમાં ભારતીય ટીમ 46.5 ઓવરમાં 233 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં પહેલી વખત ભારતીય બોલર વિરોધી ટીમની તમામ દસ વિકેટ ખેરવી શક્યા નહતા. બેટિંગમાં વિરાટ સહિત યુવા બ્રિગેડે નિરાશ કર્યા. સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લે 65 બોલમાં 65 રન બનાવીને એકલા લડવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

– ફેસબુક ઉપર સ્પર્ધા મારફતે લોકોની પસંદગી કરી
– એક વખતમાં 20 લોકોને બેસવાની વ્યવસ્થા કરી
– મેચ જોવા માટે દૂરબીન અને મફત ભોજન પણ મળ્યું
– સ્કાયબોક્સને ગ્રાઉન્ડની બહાર લાગેલી ક્રેન ઉપર લટકાવવામાં આવ્યું
– સ્ટેડિયમનો 360 ડિગ્રી વ્યૂ જોવા મળ્યો

Games in janvajevu
Games in janvajevu Games in janvajevuસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,309 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 4 =