ફ્રેન્ડ્સની સાથે મજા માણવા ચોક્કસ જાઓ ઉત્તરાખંડના ઔલીમાં

Munsiyari-uttarakhand-hill-station

ઊંચા ઊંચા સફેદ ચમકીલા પહાડો અને મિલો દુર સુધી ફેલાયેલ બરફની ચાદર જોઇને કોઈનું પણ મન આની સામે જોતા લલચાય જાય છે. ચોમાસામાં અહી બરફ છવાયેલ રહે છે. આ એક હિલ સ્ટેશન છે.

આને ભારતનું સ્વીત્ઝરલૅન્ડ કહેવામાં આવે છે. અહી ખુબજ મોટી માત્રામાં પર્યટકો મુલાકાતે આવે છે. સમગ્ર ઔલીને ઉપર પહાડ પરથી જોવાથી અદભૂત નઝારો પેદા થાય છે. જયારે તમે આ જગ્યાએ મુલાકાત કરશો ત્યારે તમને એમ થશે કે તમારે બરફથી છવાયેલ નઝારો જોવા માટે વિદેશોના શહેરોમાં જવાની જરૂર નથી પરંતુ આપણા ભારતમાં પણ ખુબજ જ બ્યુટીફૂલ જગ્યાઓ છે.

ઔલી ઉત્તરાખંડમાં આવેલ છે. આ હરિદ્વારથી લગભગ ૨૭૫ કિલોમીટર દુર જોશીમઠથી ૧૬ કિલોમીટર દુરના અંતરે આવેલ છે. આ જગ્યા પર્યટકો માટે ખુબજ મશહુર છે. અહી બરફથી ઢંકાયેલ પહાડોને જોવાની મજા જ કઈ અલગ છે. અહી દેવદારના વૃક્ષો વધારે જોવા મળે છે.

auli_gallery3

ઔલીમાં હરિયાળીથી ભરેલી ખીણો, સફેદ ધુંધમાં લપેટાયેલ વાદળો અને બરફની ચાદરમાં ઓઢાયેલ પહાડોનું સોંદર્ય દેખતા જ બને છે. ચોમાસામાં પણ પર્યટકો આ જગ્યાએ આનંદની ક્ષણો વિતાવવા આવે છે. અહીના પાર્કિંગમાં રહેલ વાહનો પણ બરફથી છવાયેલ રહે છે.

ઔલી ભારતનું સૌથી મોટું સ્કીઈંગ સ્થળ છે. જેમાં લગભગ ૩ કિલોમીટર લાંબો ઠલાણ છે. આની ઊંચાઈ ૨૫૧૯ મીટરથી લઇ ૩૦૪૯ મીટર સુધી છે.  કપાસ જેવો મુલાયમ બરફ જયારે પડે છે ત્યારે બાળકો કાયમને માટે અહી જ રમવાનું મન બનાવી લે છે. ફક્ત બાળકો જ નહિ, મોટા લોકો પણ અહી બરફમાં બાળક બનીને રમવા લાગે છે.

ઔલી નંદાદેવીની પણ નજીક છે. અહી મોટાભાગે શાકાહારી ભોજન જ મળે છે. અહી ફક્ત એક જ હોટેલમાં માંસાહારી મળે છે. ઉપરાંત અહીના ઊંચા ઊંચા બર્ફીલા પહાડોથી હિમાલીયા (હિમાલય) ખુબજ શાંત અને નીરવ દેખાય છે.

aulis

North India Tours_Banner

1421397602chamba-snow-fall

bugyal

1453053793_auli_32

Comments

comments


6,820 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 9 =