ફેસ પર કોઇપણ પ્રકારના દાગ-ધબ્બા કોઈને જ ન ગમે એ સ્વાભાવિક છે. જયારે આપણા ફ્રેન્ડસના ફેસ દાગ કે પીમ્પલ્સ વગરના એકદમ ચોખ્ખા હોય ત્યારે આપણને થોડી જેલસી થાય કે કાશ! મારે પણ આની જેવી ક્લીન સ્કીન હોત’તો કેવું સારું ખરું ને?
તમે આ પ્રોબ્લેમ માટે ઘણી બધી મોંધી મોંધી ક્રીમ્સ યુઝ કરતા હશો. પણ જોઈએ તેવો બેનેફિટ ન મળે તો પૈસાનું પાણી થઇ જાય. આવા સમયે આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે અહી થોડા ઘરેલું નુસખાઓ આપવામાં આવ્યા છે. જે તમને ચોક્કસ ગમશે…
* ચહેરાના દાગ-ધબ્બા દુર કરવા માટે તમે ટામેટાંના રસને રૂ માં લગાડી દાગ પર રબ (ઘસવું) કરી શકો છો. જ્યાં સુધી દાગ ન જાય ત્યાં સુધી આ પ્રોસીજર ચાલુ રાખવી. આનાથી તમને ફરક જણાશે.
* સૌથી સારો અને કારગર ઉપાય છે મધ. આ એક નેચરલ મોશ્ચરાઇઝર છે. આના માટે એક ચમચી મધ લઇ દાગ પર ૧૦ થી ૧૫ મિનીટ ઘસવું. બાદમાં ફેસ વોશ કરી લેવું.
* બાફેલા બટેટાના છિલકાને ચહેરા પર ઘસવું. આનાથી તમારા ખીલ (એકને) પણ ઠીક જઇ જશે.
* આ સમસ્યા માટે તમે દાગના એરિયામાં પીસેલી પુદીનાની પેસ્ટ લગાવી શકો છો.
* ચંદન ના પાવડરમાં ગુલાબજળ મેળવીને એક સોફ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને દાગ-ધબ્બાના એરિયામાં હાથોથી રગડવો.
* આના માટે લીંબુ કે લીંબુના છીલકાઓ પણ ફાયદાકારક છે. આને રોજ ફેસ પર લગાવશો તો જરૂર ફરક જણાશે. લીંબુને એક પ્રાકૃતિક બ્લીચ માનવામાં આવે છે. ઉપરાંત તમારા ફેસ પર ગ્લો પણ આનાથી આવશે. તમે લીંબુના રસમાં ગુલાબજળ મેળવીને પણ ફેસ પર લગાવી શકો છો. આ તો બધા જ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.