ફૂટબોલ પ્લેયર ‘લીયોનિલ મેસ્સી’ ને કોણ નથી ઓળખતું? મેસ્સી બાર્સેલોના અને અર્જેન્ટીના તરફથી રમે છે. લીયોનલ મેસ્સી જેમણે ‘લિયો મેસ્સી’ ના નામે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 24 જૂન, 1987ના રોજ અર્જેન્ટીના ના રોસારિયોમાં થયો હતો.
* મેસ્સીના ત્રણ ભાઈ બહેન છે. નાનપણથી જ તેમની આર્થિક સમસ્યા નબળી હતી. તેમણે બાળપણથી જ ફૂટબોલ રમવામાં રસ હતો, તેથી તેઓ જયારે ૪ વર્ષના હતા ત્યારે ગ્રાન્ડોલી નામના ક્લબમાં ગયા. તેમના પિતા તેમને તે જ ક્લબમાં ટ્રેનીંગ આપતા હતા.
* વર્ષ 2002 માં મેસ્સીને પહેલી વાર બાર્સેલોનાએ સાઈન કરાવી હતી. આજ મેસ્સી દુનિયાના સૌથી મોટા ફૂટબોલ પ્લેયર છે. લોકો હંમેશાં એ જાણવા આતુર રહેતા હોય છે કે આખરે ફૂટબોલની રમતમાં ક્રિસ્ટીયન રોનાલ્ડો કે મેસ્સી માંથી સૌથી મોટો પ્લેયર કોણ છે? પણ આજ સુધી લોકોને આ સવાલનો જવાબ નથી મળ્યો.
* પોતાની પર્સનલ લાઈફ ક્યારેય તેઓ મીડિયામાં નથી આવવા દેતા. આજની તરીકમાં મેસ્સીની વાર્ષિક આવક 36 મિલિયન યુરો છે.
* તમે ગુગલમાં મેસ્સીની પત્નીને સર્ચ કરશો કે તો ‘એન્ટોનેલ્લા’ નું નામ આવશે. જોકે, આ તેમની પત્ની નથી પણ તેમની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ છે. મેસ્સી જયારે ૪ વર્ષનો હતો ત્યારથી જ તેણીને ઓળખે છે અને બંને સાથે જ ભણ્યા છે. ‘એન્ટોનેલ્લા’ મેસ્સી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. આ બંને એ હજુ મેરેજ નથી કર્યા.
* લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હોવા છતા આ બંનેના બે બાળકો છે. મેસ્સીએ ડાભા ખભા પર તેમની માં નું અને જમણા હાથમ માં તેમના મોટા પુત્રનું ટેટુ બનાવ્યું છે.
* મેસ્સી ‘ધ લિયો મેસ્સી ફાઉન્ડેશન’ નામની સંસ્થા ચલાવે છે, જે ગરીબ લોકોને મદદ કરે છે. આ સંસ્થા તેમનો ભાઈ અને તેમની માતા સંભાળે છે.
* મેસીના નામે એક મોટો ગીનીઝ રેકોર્ડ છે. બાર્સિલોના સાથે મેચ રમતા સમયે ફક્ત એક જ વર્ષમાં 91 કરતા વધારે ગોલ કરવાનો સૌથો મોટો રેકોર્ડ છે. તેમના આ રેકોર્ડને હજુ સુધી કોઈ બ્રેક નથી કરી શક્યું.
* મેસ્સીને 2008 માં ‘ફીફા વર્લ્ડ કપ ઓફ ધી યર’ નો ખુતાબ આપવામાં આવ્યો છે. ત્યારબાદ 2010, 2011 અને 2012 માં Messi એ શ્રેષ્ઠ ફૂટબોલરનો ખિતાબ મેળવ્યો. ઉપરાંત વર્ષ 2015 માં ‘ફૂટબોલ ઓફ ધ યર’ માં પહેલી પોઝીશન પર આવ્યા બીજી પોઝીશન પર પોર્ટુગલનો ખેલાડી ક્રિસ્ટીયન રોનાલ્ડો આવ્યો.
* તેમને બાળપણથી જ ગ્રોથ હાર્મોન્સની બીમારી હતી, જેમાં આંખની રોશની નબળી પડે. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ઈલાજ માટે 1500 ડોલરનો ખર્ચો ઉઠાવવો એ પરિવાર માટે મોટી સમસ્યા બની. તેથી મેસીના પિતાના એક દોસ્તે જણાવ્યું કે સ્પેનની એક ફુટબોલર ટીમ ફુટબોલ ખેલાડીના ઈલાજ માટે પૈસા આપે છે. તેથી તેમનું ફેમીલી સ્પેન શિફ્ટ થયું અને મેસ્સીનો સારો ઈલાજ પણ થયો.
* મેસ્સી પોતાના કરિયર ને કારણે જ ફક્ત ટાઈમલાઈમમાં આવ્યા છે. તેઓ પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી કોસો દુર રાખે છે. અન્ય સ્ટાર્સ કરતા તેઓ સારી ઈમેજ ઘરાવે છે.
* લીયોનિલ મેસ્સી દુનિયાના સૌથી શ્રેષ્ટ ફૂટબોલર છે. તેઓ એકમાત્ર એવા ખેલાડી છે જેમણે પાંચ વાર ‘ફીફા બેલન ડી’ નો ખિતાબ મળ્યો છે. આ સૌથી મોંધા ખેલાડી પણ છે. એક અધ્યયન અનુસાર આર્જેન્ટીનાની ટીમ મેસીને 15.9 કરોડ ડોલરમાં ખરીદે છે. જયારે બીજા નંબરે પોર્ટુગલ ખેલાડી રોનાલ્ડો આવે છે, જેની કિંમત 11.4 કરોડ ડોલર આંકવામાં આવી છે.