ફુદીનો સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટફુદીનો એક એવી ઔષધી છે જેનો દરેક સિઝનમાં ઉપયોગ કરીને વિવિધ રોગ મટાડી શકાય છે. ફુદીનો ગરમી અને ચોમાસાની સિઝનમાં બેસ્ટ સંજીવની બુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ અને સુંગધનો આ પ્રમાણેનો સંગમ બહુ ઓછા છોડ અને ઔષધીમાં જોવા મળે છે. ફુદીનો એક એવો છોડ છે જે બારેય મહિના ઉગે છે. અને તે ગુણોની ખાણ માનવામાં આવે છે. ફુદીનામાં વીટામીન-એ ભરપૂર માત્રામાં મળે છે. ફુદીનાનો ભોજનની સાથે સાથે તેનો અનેક વિવિધ રોગમાં પણ મહત્વનો માનવામાં આવે છે.
ફુદીનો સ્વાદુ, રુચીકર, હ્રદયની બીમારી, ગરમી, લુ લાગવી, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર રોગને દૂર કરે છે. એ ઉધરસ, અજીર્ણ, એસીડિટી, સંગ્રહણી, અતીસાર, કોલેરા અને કૃમીનો નાશ કરનાર છે. ફુદીનો ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દ્રષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.
– ફુદીનાનું શરબત પીવાથી કોલેરા મટે છે.
– વાયુ અને શરદીમાં પણ ફુદીનાનો ઉકાળો ફાયદો કરે છે.
– ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો થાય છે.
– ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.
– વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.
– ડિલીવરી સમયે ફુદીનાનો રસ પીવાથી નોર્મલ ડિલીવરી થવાની શક્યતા વધારે રહે છે.
– ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા પણ ઘણી ઝડપથી મટી જાય છે.
– ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.
– ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.
– મોઢાંમાંથી વાસ મારતી હોય તો ફુદીનો પીસીને તેને એક ગ્લાસ પાણીમાં મીક્સ કરી દવો જોઈએ. આ પાણીથી દિવસમાં બે-ત્રણ વખત કોગળા કરવાથી પણ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.