ફરસાણમાં બનાવો બધાને ભાવે તેવી ‘ખાંડવી’

ફરસાણમાં બનાવો બધાને ભાવે તેવી 'ખાંડવી'સામગ્રી

 • ચણાનો લોટ – ૧ બાઉલ
 • છાશ – ૧ બાઉલ
 • પાણી – ૨ બાઉલ
 • મીઠું જરૂર મુજબ
 • હળદર જરૂર મુજબ
 • તેલ – ૧ ટેબલસ્પૂન
 • રાઈ – ૧ ટીસ્પૂન
 • જીરું – ૧ ટીસ્પૂન
 • તલ, વરિયાળી જરૂર મુજબ
 • સમારેલાં લીલાં મરચાં – ૪થી પ નંગ

ર્ગાનિશિંગ માટે :

સમારેલી તાજી કોથમીર,
ઝીણાં સમારેલાં મરચાં

ફરસાણમાં બનાવો બધાને ભાવે તેવી 'ખાંડવી'

રીત

 • ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટમાં છાસ, પાણી, મીઠું, હળદર ઉમેરી ખીરું તૈયાર કરો.
 • ત્યાર પછી ખીરાને એક પેનમાં પાથરી દો અને પછી ધીમી આંચે ચડવા દો.
 • ત્યારબાદ ખીરું ઘટ્ટ થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.
 • હવે તેને એક પ્લાસ્ટિકમાં સ્પ્રેડ કરીને તેના મીડિયમ સાઇઝના રોલ બનાવી લો.
 • એક કડાઇમાં તેલ ગરમ કરો, તેમાં હિંગ, તેલ, રાઈ, લીલાં મરચાં, વરિયાળી ઉમેરો.
 • હવે રોલ પર આ વઘારને પાથરી દો. કોથમીર,મરચાથી ર્ગાનિશ કરો.

Comments

comments


7,074 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 1