લોકો ફરવા માટે ક્યાં-ક્યાં નથી જતા? અને સાથે જ લઈને આવે છે ખુબ સારી ખુશી અને યાદોને, પરંતુ શું તમે ફક્ત યાદો સિવાય ખુબ સારી જાણકારીઓ લઈને આવો છો? જેના વિષે તમારા ફ્રેન્ડ જાણવા માટે ઉત્કૃષ્ટ હોય. આજે લોકોના વલણો ગતિથી વધવા લાગ્યા છે. આજે અમે તમને જે જગ્યા વિષે જણાવવાના છીએ તે જગ્યા એ પહેલા ફક્ત રિસર્ચ કરવા વાળા લોકો જ આવતા, જયારે આજે ત્યાં પર્યટકોની સંખ્યામાં વધારો થતો ગયો છે. જો તમારે પણ દુનિયાના સૌથી પ્રાચીન અને બેસ્ટ શહેરમાં ફરવું હોય તો અમે તમારી માટે એ સ્થળોને લાવ્યા છીએ. જે ફરવા માટે બેસ્ટ છે અને તમે તે જગ્યાનો આનંદ પણ માણશો.
જેરિકો
દેશ : ફિલીસ્તીન
પ્રાચીન : લગભગ 11,000 વર્ષ જૂનું
ફિલીસ્તીન માં સ્થિત જેરિકો શહેરને દુનિયાનું સૌથી પ્રાચીન શહેર તરીકે ગણતરી કરવા આવે છે. એક અનુમાન મુજબ લગભગ 11,000 વર્ષ પહેલા જ લોકોએ અહી રહેવાનું શરુ કર્યું હતું. વર્તમાનમાં લગભગ આ શહેરની વસ્તી 20,000 છે, અને જોર્ડન નદીના કિનારે વસેલ આ શહેર પર વર્તમાનમાં ફિલીસ્તીન ની કબ્ઝો છે.
બાઈબ્લોસ
દેશ : લેબનાન
પ્રાચીન : 7,000 વર્ષ જૂનુ
બાઈબ્લોસ ને પહેલા “ઝીબલ” ના નામે ઓળખવામાં આવતું, જેને અમુક લોકો દુનિયાનું સૌથી જુનું બીજા નંબરનું શહેર પણ કહેતા. આ શહેરમાં મોટાભાગના સ્મારક 12 મી સદીમાં બનાવવામાં આવેલ છે. આ શહેર લેબનાન નું સૌથી વધુ ટુરિસ્ટ આકર્ષણ માનું એક છે. અહી તમે મુખ્ય રૂપે જુના મંદિરો, સેન્ટ જોન બેંપટીસ્ત ચર્ચ અને જુના કિલ્લાઓ ને પણ જોય શકો છે.
અલેપ્પો
દેશ: સીરિયા
પ્રાચીન: 6,300 વર્ષ જૂનુ
પ્રાચીન અલેપ્પો શહેર સીરિયાનું બીજું સૌથી જુનું શહેર છે, જેને લોકો ત્રીજું સૌથી જુનું શહેર પણ કહે છે. પુરાતત્વવિદો એ જણાવ્યા અનુસાર આ શહેર લગભગ 6,300 વર્ષ જૂનુ છે, જે પોતાના પ્રાચીનકાળમાં આખુ એશિયા અને યુરોપનું મધ્ય વેપાર કેન્દ્ર હતું.
દમાસ્કસ
દેશ: સીરિયા
પ્રાચીન: 11,000 વર્ષ જૂનુ
ઘણા લોકોને વિશ્વાસ નથી થતો પરંતુ આ શહેર લગભગ 11,000 વર્ષ જૂનુ માનવામાં આવે છે, જેની ગણતરી દુનિયાના સૌથી પ્રાચીન શહેરમાં કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ શહેરની માનવ સભ્યતા ઘણી વખત વસી અને નિર્જન પામી પણ આ શહેર હંમેશાથી વસેલું છે. હાલમાં આ શહેર સીરિયાની એક મુખ્ય શહેર છે, જેની વસ્તી લગભગ 25 લાખ છે.
એથેન્સ
દેશ: ગ્રીસ
પ્રાચીન 7,000 વર્ષ જૂનુ શહેર
એથેન્સ ને મહાન વિચારકો અને પશ્ચિમી સંસ્કૃતિનું જન્મનું કેન્દ્ર માનવામાં આવે છે, જેને સોક્રેટીસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મહાન વિચારકોનો દેશ પણ માનવામાં આવે છે. આ શહેરનો ઇતિહાસ લગભગ 7,000 વર્ષ જૂનો છે.
પ્લોવદીવ
દેશ: બલ્ગેરિયા
પ્રાચીન: 6000 વર્ષ જુનું
પ્લોવદીવ શહેર, ફીલીપ્પોપોલીસ દ્વારા ગ્રીકને એક ભેટ તરીકે આપવામાં આવ્યુ હતું. રોમન કાળ દરમિયાન રોમન સામ્રાજ્યની એક મહત્વપૂર્ણ શહેર હતું. પોતાના મહત્વપૂર્ણ ઇતિહાસને લગભગ 6000 વર્ષ જુના શહેરમાં ક્યારેક ઓટ્ટોમન નું પણ રાજ ચાલતું હતું. હાલમાં આ બલ્ગેરિયાની જુનું પ્રાચીન શહેર છે. તે પોતાની આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્રના રૂપમાં વિખ્યાત છે.
સેડોન
દેશ: લેબનાન
પ્રાચીન: લગભગ 6000 વર્ષ જૂનું શહેર
લગભગ 6000 વર્ષ જૂનું સેડોન શહેર પોતાના સમયમાં પ્રમુખ શહેર હતું. આ શહેર પર મહાન સંસ્કૃતિનું સમય સમય પર સર્વોચ્ચતા પણ રહેલ છે જેમકે ઇજિપ્તીયન, ગ્રીક, રોમન, બેબીલોનીયન, એસ્સીરીયન અને ઓટ્ટોમન. હાલમાં આ શહેરનું પોપ્યુલેશન લગભગ 2 લાખ છે.
રયય
દેશ: ઈરાન
પ્રાચીન: 5,000 થી 6,000 વર્ષ જૂનું
રયય શહેર હાલમાં ઈરાનના તેહરાન શહેર સ્થિત છે, આ ક્ષેત્ર લગભગ 6,000 વર્ષની સાબિતી આપે છે. અહી આજે પણ લગભગ 5,000 વર્ષ જુના સ્મારકો આવેલા છે. આ શહેરમાં સૌથી જુનું “ચશ્મેહ અલી પહાડી” અને 3,000 વર્ષ જુનું “ગેબરી કેસલ” પણ છે.
વારાણસી
દેશ: ભારત
પ્રાચીન : 5,000 વર્ષ જૂનું શહેર (ઇતિહાસકારો અનુસાર)
પ્રાચીન હિંદુ ઇતિહાસ અનુસાર વારાણસીનો ઇતિહાસ લાખો વર્ષ જુનો છે, પરંતુ ભારતીય ઇતિહાસકારો અનુસાર આ શહેર ફક્ત 5,000 વર્ષ જ જૂનું છે. વાસ્તવમાં દરેક ભારતીયો જાણે છે કે આ શહેર ઘણા બધા વર્ષ જુનું છે અને 5 હજાર વર્ષનો પ્રાચીન ઇતિહાસ તો માત્ર મહાભારત છે, અને મહાભારતથી પણ ઘણાં હજાર વર્ષ જુનો ગ્રંથ રામાયણમાં પણ કાશીનું વર્ણન છે. પરંતુ, ઘણા પારસ્પરિક પગલાઓ અને રાજકીય કારણોને લીધે ઇતિહાસને દબાવવામાં આવ્યો. જોકે, પવિત્ર ગંગા નદીના તટે સ્થાયી આ શહેર હિંદુઓના સૌથી મોટા તીર્થસ્થાનો માંથી એક છે. માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે જો કોઈ સાચા મનથી આ પવિત્ર ગંગામાં દર્શન કરે અને કાશી વિશ્વનાથ ના દર્શન કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.