ગોવા એ વર્ષોથી ભારતનું પશ્ચિમિ કિનારાનું આકર્ષણ રહ્યું છે. સસ્તા દારુથી લઈને પ્રાચીન સમુદ્ર કિનારા સુધી, અહીની સ્વચ્છતા અને સર્વદેશીય તાજે અનેક લોકોને આકર્ષિત કર્યા છે. આમ પણ ગોવાની ખાસિયત છે બીકીની, બેબ્ઝ અને બીચીઝ.
થોડું ગોવા વિષે…
ગોવાનું નામ સામે આવતા જ આપણી આંખો સામે સુંદર બીચના સુંદર નઝારા સામે આવે છે. જો ગોવાને તમે નજીકથી જાણો તો ખબર પડે કે અહી ફક્ત બીચ જ નહિ પણ નેચરના ઘણા રંગો જોવા મળે છે. અહી નવા વર્ષની પાર્ટી આખી રાત ખુબ ધામ ધૂમથી ચાલે છે. અહી રંગારંગ પ્રોગ્રામ અને પાર્ટીનો ઉત્સાહ એટલો બધો જોવા મળે છે કે નવા વર્ષનું પાર્ટીનું બુકિંગ અહી મહિના પહેલા જ શરુ થઇ જાય છે.
ગોવા ફક્ત ફ્રેન્ડસ સાથે જ નહિ પણ ફેમિલી સાથે સમય વિતાવવામાં પણ સૌથી બેસ્ટ ડેસ્ટીનેશન છે. ગોવાના શાનદાર અને હોટ બીચીઝ ના લીસ્ટમાં કેલેન્ગુટ બીચ, અંજુના બીચ, બાગા બીચ, બાગાટોર બીચ, સીન્કેરીયન બીચ, પલોલેમ બીચ અને મિરામાર બીચ અહીના પ્રમુખ બીચીઝ છે. ગોવામાં સેટરડે માર્કેટ એટલે કે શનિવાર બજાર જોવા લાયક હોય છે. વેકેશનમાં અહીના બીચીઝમાં તમને ખુબ ભીડ જોવા મળશે. અહી વિદેશી અવારનવાર આવતા રહે છે.
થોડા ખાસ મહેમાન, બ્યુટિફુલ ડેસ્ટિનેશન્સ અને રોયલ વેડિંગ, કોઈના પણ લગ્નને સ્પેશ્યલ અને યાદગાર બનાવી દે છે. અહી તમને રિવરસાઇડ, બીચીઝ, પેલેસ અને કિલ્લાઓ જોવા મળશે. ઉનાળાના વેકેશનમાં તમે ગોવાની મજા માણી શકો છો. આ શહેર દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
આવી રીતે શરુ થાય ગોવામાં દિવસ
અહી દિવસની શરૂઆતમાં તમે પરંપરાગત કોંટિનેંટલ નાસ્તાની મજા માણી શકો છો. ઉપરાંત તમને અહી સી ફૂડ પણ મળશે. ગોવા, ભારતની એ પસંગી વાળી પ્લેસ છે જ્યાં નાસ્તાની સાથે બીયર પીવી એ સામાન્ય વાત છે. અહી તમે શોપિંગ નો લુફ્ત પણ ઉઠાવી શકો છો. ટી-શર્ટથી લઈને સનગ્લાસેઝ અને ઘરને ડેકોરેશન કરવા માટેની વસ્તીઓ વગેરે વસ્તુ અહી ખુબ ઓછી કિમતમાં તમને મળી રહેશે.
આ બીચીઝ પર તમે જેટ-સ્કીસ, રાઇડિંગ અને પેરાસૈલિંગ જેવી એડવેન્ચર વાળી રમતોનો આનંદ લઇ શકો છો. ગોવામાં ચર્ચો પણ પુષ્કળ માત્રામાં છે.
પાર્ટી કરવા માટે ગોવા છે અલ્ટીમેટ ડેસ્ટીનેશન
સાંજ પડતા જ અહી સૂર્ય અસ્ત અને ગોવા મસ્ત દેખાય છે. સાંજ પડતાની સાથે જ ગોવા મસ્તીના રંગમાં રંગાઈ જાય છે. અહીની ભવ્ય પાર્ટીઓ ગોવાને સ્વર્ગમાં બદલી નાખે છે. ગોવાની પોલીસ જાણે છે કે અહી સવાર ૩:૦૦ વાગ્યે થઇ જાય છે અને નાઇટ ક્લબના માલિકો અને રેસ્ટોરન્ટ પણ સવાર પડતાની સાથે મ્યુઝિકની રાહ જોઈ રહ્યા હોય છે.
કેવી રીતે પહોચવું ગોવા
પોતાના પર્યટક મહત્વને કારણે ગોવા દેશભરના ફેમસ છે તેથી મોટા શહેરોના રસ્તાઓ, એરલાઈન અને રેલ્વે સાથે જોડાયેલ છે. અહી બધી ઉમરમાં લોકો વેકેશન કરવા આવે છે. ગોવા ઉષ્ણકટિબંધીય હવામાન ધરાવે છે. તમે જયારે ગોવા જશો ત્યારે ગોવાના ક્યારેય ખતમ ન થનારા નઝારા, દરિયાઇ લહેરો, લહેરોનો મધુર અવાજ અને મ્યુઝીકના અવાજો વગેરેને તમે જોતા જ રહી જશો.