સ્થળની વિસ્તૃત માહિતી
અંબાજી મંદિરથી બિલકુલ નજીક જ પુર્વ દિશામાં પુરાણું માનસરોવર આવેલુ છે. માનસરોવર વિશે પણ લોકો પવિત્ર આસ્થા ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચોલકર્મ એટલે કે માથાના વાળ ઉતારવાની વિધી અહી કરવામાં આવી હોવાની દંતકથા છે. આજે પણ ગુજરાતભરમાંથી લોકો નાના બાળકના પ્રથમ વખતના માથાના વાળ અહીં ઉતરાવે છે. માનસરોવરની બાજુમાં જ અન્ય માતાજીનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અંબિકા માતાજીના બહેન અજય માતાજી અહીં પ્રગટ થયાં હતા.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું
પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અગત્યનો દિવસ
ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દર પૂનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
ગુગલ મેપ્સ પર જુઓ (વાયા અહમદાબાદ)
માનસરોવર, અંબાજી તસવીરોમાં