સામગ્રી
૨ કપ પાણી,
૩ મીડીયમ સાઈઝના લીંબુ,
૧ ચપટી હળદર,
૧૧/૨ મીઠું,
૧ ચપટી હિંગ,
૧ ટેબલ સ્પૂન લાલ મરચું.
રીત
કુકરમાં પાણી અને લીંબુ નાખીને પાંચ વ્હીસલ વગાડવી. હવે આ લીંબુને બહાર કાઢીને તેના ચાર ભાગમાં ટુકડા કરવા અને બીજ કાઢી નાખવા. ત્યારબાદ આમાં હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. પછી આને દસ મિનીટ સુધી સાઈડ પર રાખી મુકવું.
દસ મિનીટ બાદ આમાં હિંગ અને લાલ મરચું નાખીને મિક્સ કરવું. તો તૈયાર છે લીંબુનું અથાણું.