ફક્ત ખાવા માટે જ નહિ, આ ઉપાયો માટે પણ વપરાય છે સિરકા

vinegar-cleaning-tips-hero

જનરલી લોકો ભોજન બનાવવા માટે વિનેગર એટલેકે સિરકાનો ઉપયોગ કરતા હોય છે. યુરોપીય અને એશીયાઇ દેશોના ભોજનમાં પ્રાચીન કાળથી જ આનો ઉપયોગ થતો આવ્યો છે. આ ભોજનમાં ખટાશ પેદા કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ આના અન્ય ઉપાયો…

*  પરશેવા ની ગંધાતી સ્મેલને તમે વિનેગરથી દુર કરી શકો છો. જનરલી બધા વિનેગરને એપલ સાઈડર કે વ્હાઇટ વિનેગર તરીકે વાપરતા હોય છે. આનાથી પરશેવાની ગંધ દુર થાય છે. કારણકે આમાં ત્વચાના PH લેવલને ઘટાડવાની ક્ષમતા રહેલ હોય છે જેથી બેક્ટેરિયાનો નાશ થાય છે. આને તમે બગલ (આર્મપીટ) માં રૂ ના માધ્યમ લગાવી શકો છો જેથી તમારે ડિઓડરન્ટ લગાવવાની જરૂર નહિ પડે.

*  સિરકા થી માથાના ઘુંઘરાળા વાળ તમે સીધા પણ કરી શકો છો. આના માટે એપ્પલના સિરકાથી માથું ધોવું. આના માટે માથામાં અડધી કલાક સુધી સિરકા ને ઘસવું. ત્યારબાદ માથું ધોવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકો છો. આનાથી માથાનો ડેન્ડ્રફ એકદમ છુમંતર થઇ જશે.

*  સફેદ સિરકા ની મદદથી તમે રૂમની ટાઈલ્સ અને ફ્રીઝમાં લાગેલ પીળા દાગએ પણ દુર કરી શકો છો.

*  સિરકાને એક ખાલી પરફ્યુમની બોટલમાં ભરીને પરશેવાથી પીળા થયેલ કપડાના દાગ પર સ્પ્રે કરીને ઘસો. બાદમાં પાણી નાખી સાફ કરવાથી તમામ દાગ દુર થશે.

*  લોહીમાં એકત્રિત થયેલ શુગરને સિરકા પોતાની સાથે મિક્સ કરીને હલકું કરે છે. એક સ્ટડી અનુસાર ભોજન પહેલા બે ચમચી જેટલું સિરકા ખાવાથી ગ્લુકોઝનો ફ્લો ઓછો થઈ શકે છે, જે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા સહાયક છે.

glass-jug-apple-cider-vinegar-and-plate-with-apples-large

*  સિરકા પ્રાકૃતિક ગંધને દુર કરે છે. વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે વોશ ટબમાં એક કપ જેટલો સિરકા નાખો. હવે વાશિંગ મશીનને સૌથી લાંબા સાઈકલ પર ચલાવો. આમ કરવાથી ભેજ નહિ રહે અને કપડા ફટાફટ સુકાઈ બેક્ટેરિયા દુર કરશે.

*  સિરકા તમારા પીરિયડસની ડેટને પાછળ કરી શકે છે. 1 ગ્લાસ પાણીમાં 3 થી 4 ચમચી જેટલું સિરકા નાખો. આને દિવસમાં 3-4 વાર પીવું. આ એક પ્રાકૃતિક ઉપાય છે.

*  તમે સફેદ એપ્પલ સિરકાનો ઉપયોગ હેન્ડવોશ તરીકે કરી શકો છો. આનાથી તમારા હાથ મુલાયમ બનશે.

*  આનાથી તમે કિચનની સિંક (ગેંડી) માં જામેલ ખરાબ રસાયણો ને પણ દુર કરી શકો છો. આ સિવાય આ પતરા કે લોઢાંમાં લાગેલ કાટને પણ દુર કરવામાં અસરકારક છે.

*  આ માથાના ટોળા (ઝૂ) અને લીખો ને પણ દુર કરે છે. આના માટે નારિયલના તેલમાં સિરકા મિક્સ કરીને પાથીમાં લગાવી આખી રાત સુધી રાખી મુકો. સવાર થતા માથું ઘોઈને જયારે તમે માથામાં કાંસકી ફેરવશો ત્યારે આ બધું નીકળી જશે.

*  જો ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધી ગયો હોય તો સફેદ સિરકામાં થોડું પાણી નાખીને જ્યાં કીડીઓ હોય તે જગ્યાએ પાણી છાટવું. આનાથી તમારી આ સમસ્યા પણ દુર થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,513 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 7