જયપુર પિન્ક પેન્થર્સના ઓનર અભિષેક બચ્ચન, બીજી તસવીરમાં દિલ્હીની ઓનર રાધા કપૂર
આઇપીએલ બાદ હવે બોલિવુડ અને રમતના સીતારાઓ સાથેની પ્રો-કબડ્ડી લીગનો રોમાંચ 18 જૂલાઇથી શરૂ થઇ રહ્યોં છે. અમિતાભ બચ્ચન અને સલમાન ખાન જેવા સ્ટાર્સે તેનું પ્રમોશન અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રો-કબડ્ડીમાં કુલ 8 ટીમો છે જેમના માલિક બોલિવુડ સ્ટાર્સ અને બિઝનેસ મેન છે. પ્રો કબડ્ડીની પ્રથમ સિઝનમાં સૌથી વધુ ચર્ચા જયપુર પિંક પેન્થર્સ ટીમની થઇ હતી. જેનું કારણ હતુ ટીમના ઓનર અભિષેક બચ્ચન અને બચ્ચન પરિવાર. આંકડા અનુસાર પ્રો કબડ્ડી લીગ આઇપીએલ બાદ સૌથી વધુ જોવામાં આવેલી ટૂર્નામેન્ટ છે. જેમાં ગ્લેમર પણ આઇપીએલ જેવો જ જોવા મળે છે.
આઇપીએલ જેવુ ફોરમેટ:
2014માં પ્રો-કબડ્ડી લીગની શરૂઆત ક્રિકેટની ઇન્ડિયન પ્રીમિયર લીગ ફોરમેટ જેવી જ થઇ હતી. પ્રો-કબડ્ડીની સુપર વિઝન મશાલ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની કરે છે.જેના ડાયરેક્ટર ક્રિકેટ કોમેન્ટેટર ચારૂ શર્મા છે.
8 ટીમો 60 મુકાબલા:
લીગમાં 8 ટીમો 8 અલગ અલગ શહેરોમાં કુલ 60 મેચ રમશે.રોજ સાંજે 8 વાગ્યાથી બે મેચ રમાશે. જેમાં 56 લીગ મેચ, બે સેમિ ફાઇનલ, એક ત્રીજા-ચોથા સ્થાન માટે મેચ અને એક ફાઇનલ મુકાબલો રમાશે.
બીજી સૌથી ચર્ચિત ટૂર્નામેન્ટ:
પોતાની પ્રથમ સિઝન (2014)માં પ્રો-કબડ્ડી આઇપીએલ બાદ બીજી સૌથી ચર્ચિત ટૂર્નામેન્ટ બની ગઇ હતી. આંકડા અનુસાર ગત વર્ષે પ્રથમ અઠવાડિયામાં જ આ લીગની વ્યૂઅરશિપ રેકોર્ડ 435 મિલિયન (43 કરોડ 50 લાખ) હતી. ત્યાં. 2014માં આઇપીએલની દર્શક સંખ્યા 552 મિલિયન (55 કરોડ 20 લાખ) રહી હતી.
ગ્લોબલ બનાવવાની તૈયારી:
વિશ્વસ્તરના દર્શકોને આકર્ષવા માટે સ્ટાર સ્પોર્ટ્સ કબડ્ડી રમનારા તમામ 34 દેશો સાથે 15-16 બીજા દેશો સાથે પણ સંપર્કમાં છે, જ્યાં કબડ્ડી પ્રતિ લોકો રસ વધારી શકાય છે. સ્ટાર સ્પોર્ટ્સ પોતાની ચેનલ 2,3, HD 2, HD 3 અને હોટ સ્ટાર પર તેનુ પ્રસારણ અંગ્રેજી, હિન્દી, તેલુગુ, કન્નડ અને મરાઠીમાં કરશે.
સૌથી મોઘો વેચાયો હતો રાકેશ કુમાર:
20 મે, 2014એ થયેલ પ્રો-કબડ્ડીની હરાજીમાં ભારતીય કબડ્ડી ટીમનો કેપ્ટન રાકેશ કુમાર સૌથી મોઘો ખેલાડી રહ્યોં હતો. તેને 12.80 લાખ રૂપિયામાં પટણાની ટીમે ખરીદ્યો હતો.
મુસ્તફા સૌથી મોઘો વિદેશી ખેલાડી:
ઇરાનના કબડ્ડી પ્લેયર મુસ્તફા નૌદેહી સૌથી મોઘો વિદેશી ખેલાડી હતો. તેને 6.6 લાખ રૂપિયામાં પૂણેની ટીમે ખરીદ્યો હતો.
14 દેશોના ખેલાડી:
ભારત સહિત આ લીગમાં 14 દેશોના ખેલાડી શામેલ છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ,શ્રીલંકા, નેપાળ, ઇરાન, જાપાન, બ્રિટન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, ઓમાન, તાઇવાન, કેન્યા અને તુર્કમેનિસ્તાન શામેલ છે.
આ સીઝનની પ્રથમ મેચ 18 જુલાઇએ ગત વર્ષની ચેમ્પિયન જયપુર પિંક પેન્થર્સ અને રનરઅપ યૂ મુમ્બા વચ્ચે રમાશે. જ્યારે 21 ઓગસ્ટે મુંબઇ કબડ્ડી લીગની સેમિ ફાઇનલની યજમાની કરશે અને ફાઇનલ 23 ઓગસ્ટે રમાશે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર