પ્રોબ્લેમ આવતા તેની સાથે શાંતિથી રીએક્ટ કરવું જોઈએ

brain-health-productivity

લાઈફમાં Problems તો આવવા જ છે અને આવી ને જ રહેશે, તેની ઉપર માનવીનું કઈ નથી ચાલતું, બસ આપણને કરવાનું એ છે કે બધી એનર્જી પ્રોબ્લેમ આવ્યા બાદ તેના પર રીએક્ટ કરવી જોઈએ. આજ જીવનનો અસલી સાર છે.

મિત્રો, વિચારો જરા આપણે કયા કયા Problems માટે આજથી જ રીએક્શન શરુ કરીએ. માણસોને એવી ટેવ હોય છે કે આજથી જ આપણી પૂરી જીંદગીના Problems વિષે વિચારવા લાગીએ છે.

એક નાનું એવું ઉદાહરણ છે. માનો કે આપણા લગ્ન થવાના છે. તો આજથી જ આપણા લગ્નનો દિવસ કયા હશે, તેની પછી બાળકો કેટલા થશે, છોકરો થશે તો એ આ બનશે, છોકરી થશે તો એ આ બનશે, તેના લગ્ન, તેના બાળકો, ઉફ, ઉફ, ઉફ જરા તમારા વિચારોને રોકો. બધા જ લોકો જાણે છે કે આ બધું થશે અને તેમાં પણ કઈને કઈ પ્રોબ્લેમ તો આવશે જ.

શું ખબર તમે “A problem” વિષે વિચારતા હોવ અને “B problem” આવી પડે તો. ત્યારે શું કરશો? તેથી મિત્રો ધ્યાન રાખવું કે આપણી જીંદગી આપણા વિચારોના હિસાબથી નથી ચાલતી. આપણે Problems ને આવતા તેના પર સારી રીતે રીએક્ટ કરવા એનર્જી બચાવી રાખવી. એવું ન કરવું કે પ્રોબ્લેમ આવતા પહેલા જ બધી એનર્જી વેસ્ટ કરી નાખવી.

આપણી પર જયારે કોઈ સમસ્યા આવે ત્યારે સમજીને શાંતિથી રીએક્ટ કરવું. મિત્રો આજની તારીખમાં વધારે બીમારીઓ આપણે Present માં નથી જીવતા તેના કારણે થાય છે. જે દિવસે આપણે Present માં જીવતા સીખી જઈશું ત્યારે આપણી અડધી બીમારીઓનો ઈલાજ થઇ જશે.

Problems વગર રીએક્ટ કરવાનો અર્થ છે, આપણા પગ પર જ કુલ્હાડી મારવી.

Comments

comments


7,545 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 49