1. પ્રેમમાં અધૂરી લાગણીઓ એટલે પ્રેમનો અંત, અને અંત એટલે એક નવી શરૂઆત….
2. જે સારા કામો કરે છે તેને નડતર રૂપ તો લોકો થવાના જ…. છેલ્લે નડતર રૂપ લોકો જ વખાણ કરવાના જ….
3. શાયરીઓ બવ કરી હવે થોડી ઘણી વાતો પણ કરી લ્યો…. સમય સાથે હવે થોડો સમય પણ વિતાવી લ્યો…
4. જીવનનો હિસાબ ક્યારે મેં કર્યો નથી પણ જેદી હિસાબ થશે તેદી જરૂર મારો જમાનો હશે….
5. મારુ નસીબ કોરા કાગળ જેવું હતું કોઈએ કઈ લખ્યું નહિ અને જયારે લખ્યું ત્યારે કાગળ છેલ્લું હતું….
6. અધૂરા સ્વપ્નો અને અધૂરી લાગણીઓ જીવનમાં બવ જ દર્દ આપે….
7. સાચી સલાહ એક જ વાર હોય પછી ભલે ને ત્યાં જૂઠ ના ટોળા હોય…
8. જયારે પણ તમે કોઈને મળો ત્યારે દિલથી મળજો તમારી અડધી ચિંતા દૂર થઇ જશે….
9. કડવા બાવળને પણ એ એક ક્ષણ ગમી હશે…. કોઈ મીઠી વેલ જયારે તેની તરફ નમી હશે…. !!!
10. સમજે છે ક્યાં અહીં કોઈ કોઈની લાગણીઓ….વાત અધૂરી ત્યાં જ પુરી થઇ ગઈ…
11. સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે. એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે.
મોકલનાર વ્યક્તિ
વાઘેલા વનરાજસિંહ