દક્ષીણ ભારતની ઘણી બધી સુંદર જગ્યાઓ અને જ્યાં પર્યટકો વધુ જવાનું પસંદ કરતા હોય તેવી જગ્યા વિષે અમે તમને જણાવી ચુક્યા છીએ. ખરેખર, દક્ષીણ ભારતમાં ફરવા માટે ઘણી બધી સુંદર જગ્યાઓ છે.
રોજબરોજ ની બોરિંગ લાઈફથી તમે કંટાળી ગયા હોવ અને તમને એકદમ શાંત વાતાવરણ, પ્રાકૃતિક સૌન્દર્ય જોઈએ તો તમે દક્ષીણ ભારતના શિમોગા જીલ્લામાં આવેલ અગુમ્બે માં જઈ શકો છો. પ્રકૃતિની વચ્ચે અહી તમને એક અલગ જ સુકુન નો અહેસાસ થશે.
અગુમ્બે માં તમને ચારેકોર ઘોર જંગલો, જંગલોમાં પશુ-પક્ષીઓ અને અનેક જડીબુટ્ટીઓ જોવા મળશે. અગુમ્બે ને ‘મલનાડ પ્રદેશ’ પણ કહેવામાં આવે છે. આ હરિયાળી અને ઝરણા માટે પ્રખ્યાત છે.
અગુમ્બે દક્ષીણ ભારતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. આમાં તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળશે. આ નાનું એવું પર્યટક સ્થળ છે, જેની વસ્તી ૫૦૦ લોકો કરતા પણ ઓછી છે. કદાચ વસ્તી ઓછી હોવાને કારણે જ અહી તમે પ્રકૃતિને સારી રીતે એન્જોય કરી શકો છો.
મોટાભાગે સ્થાનીય લોકો અહી સોપારી ના બગીચામાં કામ કરે છે. અગુમ્બે ને ‘કિંગ કોબ્રા’ નું ઘર માનવામાં આવે છે. કારણકે અહી સૌથી ઝેરીલા સાંપો ની પ્રજાતિ મળી આવે છે.
અહી તમે ટ્રેકિંગ ની મજા માણી શકો છો. ઉપરાંત અહી ઝરણાઓ પણ જોવાલાયક છે જેમકે, બર્કના ઝરણું, ઓનાંક ઝરણું, અબી ઝરણું, કુંચીકલ ઝરણું, જોગીગુંડી ઝરણું અને કોડ્લું તીર્થ ઝરણું વગેરે ઝરણાઓ આવેલ છે.