પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપૂર અરૂણાચલમાં કરો સુહાના સફર

1

અરૂણાચલ પ્રદેશ ઉપમહાદ્વીપ ના ઉત્તરપૂર્વી ભાગ પર ઓછી વસ્તુવાળો પહાડીય વિસ્તાર છે. આની દક્ષીણ સીમા પર અસમ, પશ્ચિમ ભૂટાન, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં મ્યાનમાર છે. અરૂણાચલ પ્રદેશનો સંસ્કૃતમાં અર્થ ‘ઉગતા સુરજની ઘરતી’ થાય છે. આ ૮૩,૭૪૩ વર્ગ કિમીમાં છે.

અરૂણાચલ પ્રદેશમાં સફર કરવો ખુબ જ સુંદર, રોમાંચ અને અદ્ભુત અનુભવોથી ભરેલ છે. આ રાજ્યએ પ્રાકૃતિક ખૂબસૂરતીને સમેટી રાખ્યું છે. આનો મોટા ભાગનો એરિયો પહાડીય છે. આ રાજ્યની મુખ્ય નદી બ્રહ્મપુત્ર છે, જેને અરૂણાચલ પ્રદેશમાં ‘સિયાંગ’ ના નામે ઓળખવામાં આવે છે.

અહીના ઊંચા ઊંચા પહાડો જોવાલાયક છે. આની સીમા અસમ અને નાગાલેંડને મળે છે. બોમાડીયા, તવાંગ તથા આની નજીક સ્થિત પ્રસિધ્ધ બોધિષ્ઠ મઠ અહીના પ્રમુખ દર્શનીય સ્થળ છે. અરૂણાચલની બહુરંગી સંસ્કૃતિ લોકોને આકર્ષિત કરે છે.

itanagar

આની એકબાજુ વિભિન્ન જનજાતિના સમૂહનો ઉત્સવ, તેમના લોક સંગીત ની જીવંત સંસ્કૃતિ છે તો બીજીબાજુ હરેલ ભરેલ પહાડોની સુંદરતા જોતા જ બને છે. અહીના બધા તહેવારોને જૂની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે.

સૂર્ય સૌથી પહેલા પોતાના કિરણો અરૂણાચલ પ્રદેશમાં પાથરે છે તેથી પર્યટકો આને જોવા વધારે એકઠા થાય છે. અહી મળી આવતા વિશીષ્ટ વૃક્ષો શોધકર્તાઓ માટે ખાસ છે. પરશુરામ કુંડ મેળો અને લીખબલી મેળો અહીનો મુખ્ય મેળો છે.

અહીની દરેક અલગ અલગ જાતિનું ખાનપાન અલગ છે. મસાલા નો પ્રયોગ આ રાજ્યમાં ઘણો ઓછો થાય છે. અહીનું મુખ્ય ફૂડ પાંદડાઓમાં પેક કરેલ ચોખા છે, જેનો નાસ્તામાં પ્રયોગ કરવામાં આવે છે.

અહી ધાર્મિક સ્થળો, પર્વતીય ભાગ, ઝરણા, ખીણ, વન્યજીવ અભયારણ્ય, રેલ માર્ગ અને હવાઈ માર્ગ વગેરે જોવાલાયક છે. આના ઊંચા ઊંચા પહાડોમાંથી પડતા ઝરણાને જોતા તે તમને હંમેશાંને માટે યાદ રહી જશે. અહીના ઝરણાને જોતા જ તમને પ્રાકૃતિક જગ્યા કેટલી ખૂબસૂરત હોય છે તેનો અનુભવ થશે.

nuranang-waterfalls

Lossar-Festival

zero

Namdapha-National-Park

6f6a35f163b7b412877ead1ecd2b0da3

Comments

comments


5,447 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 6 =