ભારતનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ફરી એક વખત ક્રિકેટ પ્રશંસકોના નિશાને છે. હવે પ્રશસંકો તેના પેન્ટને ગર્લફ્રેન્ડ અનુષ્કાનું ગણાવી સોશિયલ સાઇટ ઉપર મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં જ એક મોબાઈલ લોન્ચિંગ ઇવેન્ટમાં વિરાટે એંકલ લેંથની જીન્સ પહેરી હતી. પેટ તેના એંકલથી થોડી ઉપર હતી. આ ઘટના બાદ યુઝર્સ એક્ટિવ થઈ ગયા હતા. પ્રશસંકોએ ટ્વીટ કરી આ પેન્ટને અનુષ્કાનું ગણાવી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તો લખ્યું છે કે ‘વિરાટ કોહલી પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માનું જ પેન્ટ પહેરે છે.’
વર્લ્ડકપમાં પરાજય બાદ પણ ઉડી હતી મજાક
વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઇનલમાં પરાજય બાદ પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મજાક ઉડી હતી. પ્રશંસકોએ ભારતના પરાજય માટે અનુષ્કાને જવાબદાર ગણી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર