બફીલા પહાડોની વચ્ચે હિમાચલનું પાલમપુર ખુબ જ ભવ્ય લાગે છે. પ્રવાસીઓ ની માટે પાલમપુર એ હિમાચલ પ્રદેશની સુંદરતાનું ઉદાહરણ છે. અહીનો લોભાવનાર મોસમ, આબોહવા, હિલ્સ, લીલી હરિયાળીઓ, ઉચ્ચ નિમ્ન તટપ્રદેશ, સર્પાકાર રસ્તાઓ અને માઇલો સુધી વિસ્તરેલા ચાના બગીચા અહીના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
પાલમપુર એ સમુદ્ર સપાટીથી 1,400 મીટરની ઊંચાઇ પર વસેલું છે. આ શહેર અમુક વર્ષો પહેલા બ્રિટિશનું મુખ્ય રીસોર્ટ્સ હતું. પાલમપુરએ હિમાચલ પ્રદેશના હસીન વાડીયો માં વસેલ એક નાનકડું પર્વતીય સ્થળ છે. પાલમપુરને અહી રહેલા સ્થાનીય લોકો ‘પુલમ’ ના નામે ઓળખે છે. જેનો અર્થ ‘પર્યાપ્ત જળ’ થાય છે.
જોકે, વાસ્તવમાં આ શહેરમાં પાણીની કોઈ અછત નથી. અહી ચારે તરફ પાણીના ઝરણા અને નદીઓ આવેલ છે. અહીની હવામાં તમને ખુબજ શીતળતા જોવા મળશે. પાલમપુર શહેરની મધ્યમાં જ મોટા મોટા ચાના બગીચાઓ સ્થિત છે. અહી આવનાર પર્યટકોને અહીના ચાના બગીચા ખુબજ આકર્ષિત કરે છે. અહી લોકો કમરમાં ચા ની ટોકરી બાંધીને ચા ના બગીચામાં કામ કરતા વ્યસ્ત લોકો જોવા મળે છે.
પાલમપુરમાં આવતા પ્રવાસીઓ સૌથી પહેલા ‘ન્યુગલ પાર્ક’ ની તરફ જાય છે. ન્યુગલ પાર્કમાં પહોચવા માટે ત્રણ કિલોમીટર નો સફર પસાર કરવો પડે છે. ન્યુગલ પાર્ક, ન્યુગલ નદીના એક સો પચાસ કિલોમીટર પર પહાડી ટેકરા પર અંડાકાર સ્થળ છે, જ્યાં નાની એવી હિમાની નહેરની સાથે ઘાસની લોન અને નાસ્તા પાણી માટે હિમાચલ પર્યટન વિભાગનું કાફેટેરિયા (અલ્પાહાર ગૃહ) બનેલ છે.
પાલમપુરથી પાંચ કિ.મી દુર એક મોહક ગામ ‘ચંદ્રપુર’ જોવા લાયક છે. અહી આર્મી કેમ્પની સાથે સાથે ચંદ્રપુર ટી એસ્ટેટના નામથી ચા નો વિશાળ બગીચો છે. બગીચાની વચ્ચે ગાઢ પાઇન ના વૃક્ષો પર્યટકોને અહી રોકાવવા માટે મજબુર કરી દે છે. અહી લાકડીઓના આકર્ષક અને ઉત્કૃષ્ટ ઘરો પણ બનેલા છે, જેણે ‘કંટ્રી કોટેજ’ કહેવામાં આવે છે.
પાલમપુરમાં તમે ધુધર નામનું સ્થળ, (જે પાલમપુરથી એક કિ.મી દુર છે), સંતોષી માતા, કાલિ માતા અને રાધા કૃષ્ણ મંદિરના દર્શન પણ કરી શકો છો. અહુનું પ્રાકૃતિક દ્રશ્ય જોઈને તમારું મન ભરાશે જ નહિ. અહી મહિલાઓ અને પુરુષો ઘેટાં-બકરા સાથે મસ્ત રહેતા પર્યટકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
પાલમપુર થી અંદાજે 17 કિમી દુર એક ઘાર્મિક સ્થળ એટલેકે ચામુંડા દેવીનું મંદિર આવેલ છે. આ સ્થળ ‘ચામુંડા નંદીકેશ્વર ધામ’ તરીકે પણ ઓળખાય છે. ગંગાના કિનારા પર સ્થિત આ ધામ એક ઉગ્ર સિદ્ધ પીઠ છે. માં કાલી એ જે રૂપે અહી ચંડ-મંડ રાક્ષસોનો વધ કર્યો હતો તે રૂપે અહી ચામુંડા દેવીના રૂપે પૂજા કરવામાં આવી. નવરાત્રના તહેવાર દરમિયાન અહી ભક્તો ટોળાં જોવા મળે છે.
પાલમપુરનો લગભગ એક કિલોમીટર લાંબો અને શિમલાનો મોલ રોડ જેવા બજારો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. શોપિંગ માટે અહી મોટી મોટી અને ભવ્ય શોપ્ઝ છે. અહીની માર્કેટમાં પણ દુરથી બર્ફીલા પહાડોને તમે નિહાળી શકો છો. વર્ષે દેશ-વિદેશથી અહી લોકો આવે છે. અહી હોળીનો તહેવાર વિશેષ હોય છે.
ધર્મશાલા એરપોર્ટ જેણે ‘ગગ્ગલ’ પણ કહેવામાં આવે છે, પાલમપુરનું નજીકનું હવાઈ મથક છે. ઉપરાંત તમે આંતરરાષ્ટ્રીય મુસાફરી દિલ્હીથી પાલમપુર માટે એરપોર્ટથી જઈ શકો છો, જે 540 કિમી ના અંતરે સ્થિત છે. અહી નજીકમાં બ્રોડગેજમાં પઠાણકોટ રેલવે સ્ટેશન છે, જે શહેરથી 120 કિમી ના અંતરે છે.