પ્રકૃતિ લવર્સ માટે ફરવાની બેસ્ટ જગ્યા છે હિમાચલ નું ધર્મશાળા….

6625

ધર્મશાળાની ઊંચાઈ 1,250 મીટર (4,400 ફુટ) અને 2,000 મીટરની (6,460 ફૂટ) ની વચ્ચે છે. આ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહી પાઇન ના ઊંચા વૃક્ષો, ચાના બગીચા અને ઇમારતી લાકડાનું ઉત્પાદન કરતા મોટા મોટા વૃક્ષોની ઊંચાઈ, શાંતિ અને પવિત્રતા સાથે ઉભેલા દેખાય છે.

વર્ષ 1960 માં જ્યારથી તિબ્બતના ધર્મગુરુ દલાઈ લામા એ પોતાનું અસ્થાયી મુખ્યાલય અહી બનાવ્યું હતું ત્યારથી આ વધુ પ્રખ્યાત થયું છે. ધર્મશાળામાં આવેલ મેકલોડગંજ શહેર ખુબ સુંદર છે. અહી લોકો ફરવા માટે જાય છે. મેકલોડગંજમાં તિબ્બતી લોકો ની સૌથી વધુ વસ્તી છે.

dalai-lama-temple

મેકલોડગંજમાં તમે તિબ્બતી લોકોના હાથની કારીગરી, સંસ્કાર, મંદિરો, તિબ્બતી મઠો, વેશભૂષા સાથે પરંપરાગત વાસ્તુની ઉપસ્થિતિ તમને અહી મહેસુસ થશે. અહી પર્યટકોની પસંગીના તિબ્બતી મંદિરો, આશ્રમો, તળાવો, ઠંડા પાણીના ઝરણાઓ, દુકાનો, રેસ્ટોરન્ટ, ચર્ચ, સંગ્રહાલયો, હોટેલ્સ અને ઘણું બધું જોવાલાયક છે.

અહી પ્રખ્યાત દલાઈ લામા ના મંદિરે થતો સનસેટ નો નઝારો ખુબ જ અદભૂત હોય છે. આ દ્રશ્ય જોવા લોકો દુરદુરથી આવે છે. લોકો અહી ફોટોઝ પણ પાડે છે. આ એક પિકનિક સ્પોટ છે. અહી સુંદર એવા ઊંચા ઊંચા પહાડો છે, જેમાં તમે ટ્રેકિંગ કરી શકો છો. પર્વતોના ખોળામાં વસેલ ધર્મશાળા ખરેખર જોવાલાયક છે.

8522

ઠંડી દરમિયાન ધર્મશાળાની જળવાયું અત્યાધિક ઠંડી હોય છે. તાપમાન -૪ ડીગ્રી સેલ્સિયસ કરતા પણ નીચું થઇ જાય છે. પર્યટકો સપ્ટેમ્બર થી જુન વચ્ચેના સમયગાળા માં ધર્મશાળા ની યાત્રા કરી શકે છે. અહી ફરવા માટે ડલ લેક, કાંગડા વેલી, કરેરી લેક, ચિન્તપુરની, તિબેટ મ્યુઝિયમ, લામા મેન મંદિર, સેંટ જોન ચર્ચ, ઘર્મકોટ, સ્ટેટ મ્યુઝીયમ છે.

shimla_manali_dharamshala

ધર્મશાળા માં તિબ્બતી ભોજન સાથે સ્વાદિષ્ટ ગરમાગરમ મોમોઝ નો સ્વાદ માણી શકો છો. અહીના મોમોઝ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ અહીની હોટેલ્સમાં પીરસવામાં આવતું નુડલ્સ, પેનકેક વગેરે જમવાનું ન ભૂલવું. ધર્મશાળામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ પણ છે, જેનાથી તમે બધા વાકેફ છો.

ચોમાસા માં ઘર્માંશાળા માં ખુશનુમા અને આહલાદક વાતાવરણ બની જાય છે. જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો અહી તમને નિરવ શાંતિનો અનુભવ થશે. અહી જંગલો પણ જેમાં છે, જેમાં ચોમાસામાં હરિયાળી છવાઈ જાય છે. ચોમાસામાં અહી બરફ વર્ષા પણ થાય છે. અહી ની દરેક ઋતુઓ પોતાનામાં ખાસ છે.

perfect-winter-stay-in

Comments

comments


4,820 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 3 =