હિમાચલ પ્રદેશ પહેલા થી જ પોતાની ખુબસૂરતી ને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હિમાચલમાં એવા ઘણા બધા પર્યટન સ્થળો જે જ્યાં જતા તે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. વિન્ટરમાં પણ તમે હિમાચલ ના ચંબા ની યાત્રા કરી શકો છો.
જો તમે વિન્ટરમાં કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ચંબા છે તમારા માટે એકદમ બેસ્ટ. અહી એક થી ચઢિયાતી એક એવી પ્લેસીસ છે જેને જોઈ તમે કાયમી ત્યાં જ રહેવાનું વિચારશો. વિન્ટરમાં વધારે પડતી ઠંડીને કારણે ક્યારેક હિમ વર્ષા પણ અહી થાય છે અને જેનો નઝારો ખરેખર જોવાલાયક અદભૂત હોય છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે કલ્પનાઓ ને સાકાર કરતુ આ ગામ ખુબ જ શાનદાર પર્યટક સ્થળ છે. ચંબા સમુદ્રતળથી ૯૯૬ મીટરની ઊંચાઈ પર ‘રાવી નદી’ ના કિનારે વસેલ સ્થળ છે. આ એક સારું એવું ઘાર્મિક સ્થળ પણ છે.
ચંબા પોતાના ઈતિહાસિક મંદિરો, સુંદર એવા મોટા મોટા ડુંગરાઓ અને અહી થતા ‘સુહી માતા’ અને ‘મીન્જીર માતા’ ના મેળા માટે પ્રખ્યાત છે. અહી લગભગ ૭૫ મંદિરો છે અને દરેક ની અલગ અલગ કહાનીઓ છે.
આ આધ્યાત્મિક જગ્યાનું સારું એવું કેન્દ્ર છે. ચંબામાં વધારે મંદિરો હોવાને કારણે આને ‘મંદિરોની નગરી’ પણ કહેવાય છે. અહી ચંપાવતી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, નરસિમ્હા મંદિર, વજ્રેશ્વરી મંદિર, સુઈ માતા મંદિર, હરીરાઈ મંદિર અને ચામુંડા દેવી મંદિર ના અમુક સારામાં સારા નકશીકામ કરેલ મંદિરો આવેલ છે.
મંદિરો અને પ્રાકૃતિક દ્રશ્યો જોવા સિવાય પણ ચંબા માં ઘણુ બધું જોવાલાયક છે. જેમકે અખંડ ચંડી મહેલ. આ મહેલ ચંબા ના શાહી પરિવારોના નિવાસ સ્થાન માટે બનાવવામાં આવ્યો છે. આનું નિર્માણ ૧૭૪૮ થી ૧૭૬૪ ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
અહી તમે ચોમાસામાં ખુલ્લા મેદાનોની લીલીછમ હરિયાળીઓ અને વિન્ટરમાં બરફથી સફેદ ચાદર ઓઢેલા ઊંચા ઊંચા પહાડો જોઈ શકો છો. હિમાચલ ની તળેટીમાં બનેલ આ મંદિર સ્વપ્નલોક થી ઓછુ નથી.
અહી પહાડોની ઉપર હળવો એવો ધુમ્મસ ફેલાયેલ રહે છે, જે વાતાવરણ ને ખુશનુમા અને જીવંત બનાવી દે છે. ચંબા ફળો અને ફૂલોના બગીચા માટે ફેમસ છે.