આઇપીએલ-8 ટ્વેન્ટી20માં મુંબઇ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચમાં વેસ્ટ ઇન્ડીઝના બે દિગ્ગજ ખેલાડીઓ પોલાર્ડ તથા ક્રિસ ગેઇલ વચ્ચેનો આંતરિક વિવાદ ચર્ચામાં રહ્યો હતો.
ગેઇલ સાથે બબાલ, પોલાર્ડે સેલો ટેપ લગાવી
ઘટનાના અનુસાર પોલાર્ડ બેંગલોરની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ગેઇલ સાથે શાબ્દિક ટપાટપી કરી રહ્યો હતો. અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને વિનીત કુલકર્ણીએ જ્યારે પોલાર્ડને ચેતવણી આપી ત્યારે તે દોડીને મુંબઇના ડગઆઉટમાં ગયો હતો અને પોતાનો વિરોધ નોંધાવા માટે સેલો ટેપ મોઢા પર લગાવી દીધી હતી.
પોલાર્ડના મોઢા પર ટેપ ચોંટાડેલી જોઇને કોચ રિકી પોન્ટિંગ તથા રોબિનસિંહ હસ્યા વિના રહી શક્યા નહોતા. પોલાર્ડ ટેપ ચોંટાડીને ચર્ચામાં આવી ગયો છે કારણ કે સોશિયલ મિડીયામાં આ ઘટનાની ખૂબ જ ચર્ચા થઇ રહી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર