જ્યારે પુરુષો અને મહિલાઓની સરખામણી કરવામાં આવે ત્યારે તેમાં અનેક વાતોમાં અસમાનતા જોવા મળે છે. પુરુષોની આદત હોય છે કે તેઓ ઓછું બોલીને વધારે કામ કરે છે અથવા તો પોતાને એક્સપ્રેસ કરવામાં મહિલાઓ કરતાં વધારે સમય લેતા જોવા મળે છે. મહિલાઓની તુલનાએ પુરૂષોમાં વધુ બોલવા કે દરેક વાતને કહીને કરતા હોતી નથી. એમ કહી શકાય કે તે પોતાને વધુ રજૂ કરતા નથી. પુરૂષોને શું પસંદ છે અને તે તમને પ્રેમ કરે છે, એ વાત તેઓ સરળતા કહેતા નથી. કદાચ તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ ક્યારેય કહ્યું નથી. બની શકે કે આ સાંભળવા માટે તમારા કાન તરસી રહ્યાં હોય. આજે અમે તમને એવી કેટલીક વાતો જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમને ખબર પડશે કે તે તમને કેટલો પ્રેમ કરે છે.
પુરુષો ખાસ કરીને આ 10 રીતોને પોતાના પ્રેમને દર્શાવવાને માટે વાપરતા હોય તેવું જોવા મળે છે. આ સમયે મહિલાઓએ તેમની આ રીતોને જાણીને તેમને સમજવાનો પ્રયાસ કરી પોતાને ખુશ રાખવી જોઇએ. જો પ્રેમની ગાડીને થોડી સમજ અને સમયસૂચકતાથી ચલાવવામાં આવશે તો તે સારી રીતે કામ કરી શકશે.
કામ વિના બૂમ પાડવી
જે દિવસે તમારા પતિદેવ ઘરે હોય, દિવસમાં ઓછામાં ઓછા 10 વખત તમને બૂમ પાડે અને તમારો અવાજ સાંભળતાં જ તેમના ચહેરા પર સ્માઇલ આવી જાય, તો સમજો કે તમારો પાર્ટનર તમારા પ્રેમમાં ડૂબેલો છે. ઘરમાં હંમેશા તમારી સાથે છેડછાડ કરવી, તમને વારંવાર બૂમ પાડવી, તેનો અર્થ છે કે તે તમને મિસ કરી રહ્યો છે અને તમારો અવાજ સાંભળવા માંગે છે.
સાથે સમય વિતાવવો
જો તમારા પતિ તમને પકડીને અથવા સાથે સૂતાં-સૂતાં ટીવી જોવાનું અથવા રૂમમાં રહેવાનું પસંદ કરે છે અથવા તમને ગળે લગાવીને થોડો સમય વિતાવવા માંગે છે, તો તેનો અર્થ તમારે સમજી લેવો જોઇએ, ભલે તે મિત્રોને મળવા અથવા પાર્ટી માટે બોલાવી રહ્યાં છે.
નર્વસ થવું
જ્યારે પુરૂષ નર્વસ હોય છે, તો વાળમાં વારંવાર હાથ ફેરવે છે. ‘I Love You’ બોલતી વખતે પુરૂષ નર્વસ થઇ જાય છે. તેમને તેના માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છે. પરંતુ તમારે કેટલાક સંકેતો સમજી લેવા જોઇએ અને તેમનું કામ સરળ બનાવી જોઇએ.
પબ્લિક ટચ
પુરૂષોને બિલકુલ પસંદ હોતું નથી કે તમે ભીડમાં ઉભા હોય અને કોઇ તમને ટચ કરે. એટલા માટે જો તમારો હાથ પકડીને રાખે છે અથવા તમને ભીડથી અલગ કરે છે, તો તેનો અર્થ માત્ર એટલો જ છે કે તે તમને ખૂબ પ્રેમ કરે છે. બસ દર્શાવતા નથી, પરંતુ દિલમાં પ્રેમ ભરેલો છે.
વાળની સુગંધ
પુરૂષોને મહિલાઓના વાળની સુગંધ ખૂબ જ પસંદ હોય છે. પ્રેમમાં પડવા માટે ફક્ત વાળની સુગંધ જ પુરતી છે. આ સુગંધથી તે તમારામાં ખોવાઇ જવા કટિબદ્ધ બની જાય છે.
સુંદર દિવસ
કોઇ દિવસે તમે બંને સાથે હોવ, તમારો હાથ તમારા પાર્ટનરના હાથમાં હોય અને એવામાં લાંબી વાતચીત ચાલી રહી હોય. એવામાં જો તમારો પાર્ટનર તમારા હાથને જકડીને પકડે અથવા તમને સંપૂર્ણપણે અટેંશન આપે, તો સમજી જાવ કે તમને કેટલો પ્રેમ કરે છે અને શું ઇચ્છે છે.
સ્માઇલ કરવી
પ્રેમમાં એક લાંબી કિસ બાદ પુરૂષ એવું દર્શાવે છે કે તે તેનાથી પણ વધુ સારી કિસ કરી શકે છે. એવામાં, તમારી સ્માઇલ તમારા પ્રેમને દર્શાવે છે.
પાર્ટનરની દરેક વાત ધ્યાનથી સાંભળવી
જો તમારો પાર્ટનર દરેક વાતને ધ્યાનથી સાંભળે છે અને યાદ પણ રાખે છે, તો તેનો અર્થ છે કે તે તમારા પર પુરતું ધ્યાન અને ટાઇમ આપી રહ્યો છે. તે તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમારી વાતને નજરઅંદાજ કરતો નથી.
પર્સનલ સ્પેસ
મહિલા હોય કે પુરૂષ, બધાને પોતાની પર્સનલ સ્પેસ સારી લાગે છે. જો તમારા પતિ તમને સ્પેસ આપે છે, તો તમે પણ આપો. પરંતુ રિલેશનમાં ‘મારી સ્પેસ’ જેવી ફીલિંગ ન રાખો. તેમનાથી રિલેશન ખરાબ થાય છે.
ફોર પ્લે
પુરૂષોને ફોરપ્લે વધુ ગમે છે, પરંતુ જો તમે આ પ્રેમમાં લાંબી કિસને એડ કરી દો, તો કદાચ તમારા પાર્ટનરને વધુ સારું લાગશે. કિસ પ્રેમની શરૂઆત છે, તેનાથી ખબર પડે છે કે તમે કોઇને કેટલો પ્રેમ કરો છો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર