આવું તે શું થયું .?

સાથે પિતા પુત્ર રમી રહ્યો હતો, પત્નીને જોઈ ફેંકી દિધો નીચે

શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે એક પિતા રમતા-રમતા પોતાના બાળકને બાલ્કનીમાંથી નીચે ફેંકી દે.. જો નથી સાંભળ્યુ તો આવો એક મામલો કેલિફોર્નિયામાં સામે આવ્યો છે. જો કે આ એક મજાક જ હતી. પરંતુ પત્ની પોતાના પતિની આ હરકતથી ખુબ ડરી ગઈ હતી. થયુ એવું કે કેલિફોર્નિયાના રહેવાસી રોમન એટવુડે પોતાના બે બાળકો સાથે મળીને પત્ની ડરાવવા માટે એક પ્રેંક તૈયાર કર્યુ.

આ પ્રેંક માટે રોમને ઘરમાં કેમેરા લગાવ્યા અને બાળકોને સ્પાઈડર મેનનો ડ્રેસ પહેરાવી દિધો. પછી તેની સાથે રમવા લાગ્યો. આ બધુ ઘરના ટોપ ફ્લોર પર થઈ રહ્યુ હતુ. બાળકોને પતિ સાથે રમતો જોઈને તેની સાથે પત્ની પણ જોડાઈ. આ દરમિયાન પત્ની પાસે પાણી માંગ્યુ અને પત્ની પાણી લેવા નીચે ચાલી ગઈ. તે સમયે બાળકો સાથે મળી રોમને નાના દિકરા જેવુ દેખાતુ સ્પાઈડરમેનનું રમકડુ પોતાની સાથે રાખ્યુ. પત્નીને સીડી ચડતા જોઈ કે તરત જ એ રમકડાને પગ વડે ઉછાળીને નીચે ફેંકી દિધુ.

પતિની આ હરકતથી પત્ની ચોંકી ગઈ અને ભાગતી સીડી નીચે ગઈ. તેને લાગ્યુ કે પતિએ તેના દિકરાને નીચે ફેંકી દિધો. જો કે રમકડાનું માસ્ક હટાવતા તેને ખબર પડી ગઈ કે આ એક મજાક હતી. જો કે તેને આ બાબતથી ઘણો આ આઘાત લાગ્યો અને પતિને વારે વારે પુછતી રહી કે તેં આવી મજાક કરી જ શા માટે?

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,122 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1