પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!

pizzapower-groupshot

જરુર થી એકવાર તો વાંચજો

પત્ની એ કહ્યું: આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે…

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં??? ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ: કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ…દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને… તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા.

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

o-XBOX-PIZZA-HUT-facebook

કામવાળી:

*  દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,

*  બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,

*  દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,

*  50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,

*  60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,

*  25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,

*  50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા….
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો… પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

*  પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો,

*  બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો,

*  ત્રીજો મંદિર માં પ્રસાદ નો,

*  ચોથો ભાડા નો,

*  પાંચમો ઢીંગલી નો,

*  છઠ્ઠો બંગડી નો,

*  સાતમો જમાઈ ના બેલ્ટ નો

*  અને આઠમો બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.
જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝટકે સમજાય ગયું હતું.

Comments

comments


9,092 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6