ટીમ સેમી-ફિનાલ માં પહોંચશે એમ પાક ના પ્લયેર ને પણ વિશ્વાસ નથી

4209_ajmal

પાકિસ્તાનના પ્રતિબંધિત સ્ટાર સ્પિનર સઇદ અજમલના મતે અમારી ટીમ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા દાવેદાર નથી. અજમલે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘‘ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાનાર વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પણ સ્થાન મેળવી શકશે નહી. મારા મતે સેમિફાઇનલમાં પ્રવેશવા ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રબળ દાવેદાર છે.’’ ઉલ્લેખનિય છે કે અજમલ ઉપર થ્રો એક્શનના કારણે આઈસીસીએ પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે તે વર્લ્ડકપમાં ભાગ લઈ શકશે નહી.

પાકિસ્તાનની બોલિંગ મજબૂત નથી

અજમલે જણાવ્યું હતું કે, ‘‘વર્લ્ડકપમાં પાકિસ્તાનની બોલિંગ મજબૂત નથી. આવા સમયે જો મોહમ્મદ હફિઝને પણ બોલિંગ કરવાની મંજુરી આપવામાં નહી આવે તો ટીમનું બોલિંગ આક્રમણ સાવ નબળું પડી જશે. ટીમને મારા અને હફિઝની ગેરહાજરીમાં અનુભવી બોલરોની ખોટ વર્તાશે. પાકિસ્તાને જીત મેળવવા માટે બેટ્સમેનો ઉપર વધારે ભાર રાખવો પડશે.’’

અજમલના મતે વિરાટ કોહલી, એબી ડિ વિલિયર્સ અને બ્રેન્ડન મેક્કુલમ જે રીતે હાલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે તે વર્લ્ડકપમાં બેટિંગથી ધમાલ મચાવશે. આ બેટ્સમેનો વર્લ્ડકપમાં મોટો સ્કોર બનાવી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


1,916 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 1 =