કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, મેંગોમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છે કે આને ફળનો રાજા કહેવાય છે. આયુર્વેદ, વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના અવલોકનોના આધારે ફળોના રાજા કેરી વિષે દુર્લભ વર્ણન કરવામાં આવ્યું છે.
એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બૉહાઇડ્રેડ, પ્રૉટીન, ફેટ, વિવિધ પ્રકારના વિટામિન એ, ઇ, સી અને કે હોય છે. આ ઉપરાંત કેરીમાં સૉડીયમ, પૉટેશીયમ, કેલ્શિયમ, કૉપર વગેરે જેવા આવશ્યક તત્વો હોય છે.
* પાકેલી કેરી ખાવાથી શરીરના સાત ધાતુ એટલેકે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્યની વૃદ્ધિ થાય છે.
* પાકલ કેરી દુબળા પતલા બાળકો, વૃધ્ધો અને શરીરે નબળા લોકો માટે સર્વોત્તમ ઓષધી છે.
* કેરીમાં વિટામિન અને ન્યુટ્રીયંસ હોય છે, જેની કોઈ જ સાઈડ ઈફેક્ટસ નથી. આની સાથે જ આમાં વિટામિન સી, પ્રાકૃતિક ફ્રુટ એસીડ અને બિટા કેરોટિન હોય છે, જે શરીરમાં ગ્લો લાવવા જરૂરી છે.
* પાકેલી કેરીને ચૂસીને ખાવાથી આંખના રોગો દુર થાય છે.
* દૂધમાં કેરીનો રસ નાખીને પીવાથી શરીરમાં નબળાઇ દુર થાય છે અને વીર્ય બને છે.
* દૂધની સાથે પાકેલી કેરી ખાવાથી સારી ઉન્ધ આવે છે.
* કેરીના ૬૦ ગ્રામ રસમાં ૨૦ ગ્રામ દહીં અને ૫ ગ્રામ આદુનો રસ મેળવો. આનું દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવું. આમ કરવાથી અતિસારની સમસ્યા દૂર થાય છે.
* 300 મિલીલીટર કેરીનો રસ રોજ પીવાથી લોહીની ઉણપ દુર થાય છે.
* કેરીના રસમાં સિંધવ મીઠું તથા ખાંડ મેળવીને પીવાથી ભૂખ વધે છે.
* કેરીનો રસ લગભગ અડધો ગ્લાસ, નાની વાટકીમાં સહેજ દહીં અને એક ચમચી આદુના રસ ને સારી રીતે મિક્સ કરીને દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી હરસ (મસા) નો રોગ મટે છે.
* પાકી કેરી ત્રિદોષહર છે. તે વાત,પિત્ત અને કફનું શમન કરે છે. પાકી કેરી અમૃતતુલ્ય છે. પાકી કેરી સ્વાદિષ્ટ, મીઠી, સ્નિગ્ધ, બળ વધારનાર છે તથા વાયુના વિકારને દૂર કરે છે. હૃદય માટે ટોનિક અને તૃપ્તિદાયક છે. ચામડીના રંગને સુધારનાર તથા સૌંદર્ય વધારનાર છે. કબજિયાત અને પેટના રોગો માટે પાકેલી કેરી અદ્ભુત ઔષધ છે.
* ગરમીમાં વારંવાર કેરીનો રસ પીવાથી શરીરમાં શક્તિ મળે છે.
* કિડની નબળી પડી ગઈ હોય તો કેરીનો રસ પીવાથી કિડની સારી થઇ જાય છે.
* કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હોય તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં સુધારો થાય છે.
* મોંમાં અવારનવાર ચાંદા પડતાં હોય ત્યારે પાકી કેરીને ચૂસવી. ત્યારબાદ એક ક્લાક સુધી પાણી ન પીવું અને ક્લાક બાદ ગાયનું દૂધ પીવું. આમ કરવાથી આ સમસ્યા દુર થઇ જશે.