પાકિસ્તાન સામેની વર્લ્ડકપની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી એ સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ને શાનદાર જશ્ન મનાવ્યો હતો. વાસ્તવમાં પાકિસ્તાનની આઠમી વિકેટ પડી અને યાસિર શાહ આઉટ થયો એ સાથે જ અમદાવાદમાં ફટાકડા ફૂટવા માંડ્યા હતા. વચ્ચે વચ્ચતે પાકિસ્તાનનો કેપ્ટન મિસબાહ ઉલ હક બાઉન્ડરીઓ ફટકારતો હતો તેના કારણે આ આતશબાજી બંધ થઈ જતી હતી પણ પાકિસ્તાનની નવમી વિકેટ પડી એ સાથે જ ફરી આતશબાજી શરૂ થઈ ગઈ હતી.
પાકિસ્તાનની નવમી વિકેટ 46મી ઓવરમાં પડી અને પાકિસ્તાનનો કેપ્ટન મિસાબાહ ઉલ હક આઉટ થયો એ સાથે જ બારતની જીત પાકી થઈ જતાં લોકો મેચ જોવાની પડતી મૂકીને રસ્તા પર ઉતરી આવ્યા હબતા. પછી તો એટલી જોરદાર આતશબાજી શરૂ થઈ હતી કે જાણે સરહદ પર જવાનો વચ્ચે ગોળીબાર થતા હોય. એક સેક્ન્ડના પણ વિરામ વિના સતત એક કલાક લગી લોકોને કાને ફટાકડા ફૂટવાના અવાજો સંભળતા રહ્યા હતા. રોકેટ અને બીજા ફટાકડાના કારણે આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. ભારત પાકિસ્તાન સામેની મેચ નહીં પણ વર્લ્ડકપ જીત્યું હોય એ રીતે લોકોએ જશન મનાવ્યો હતો અને આતશબાજી કરી હતી.
રાજ્યભરમાં લોકોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ ભારત માત કી જય ને વંદે માતરમનાં સૂત્રો પોકારીને વિજયનો જશ્ન મનાવ્યો હતો. યંગસ્ટર્સ હાથમાં તિરંગા ઝંડા લઈને નિકળી પડ્યા હતા ને એકબીજાને ભેટીને પોતે જ જીત્યા હોય એ રીતે એકબીજાને વધાઈ આપતા નજરે ચડ્યા હતા. સરખેજ-ગાંધીનગર હાઈવે પર પણ ઉત્સવનો માહોલ હતો. લોકો રસ્તા પર વાહનો મૂકી મૂકીને ફટાકડા ફોડતા અને જશ્ન મનાવતા જોવા મળ્યા હતા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર