પાકિસ્તાને પહેલી વાર ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ પોતાની નામે કરી છે. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ૫૦ ઓવરમાં માત્ર ૪ જ વિકેટ પર તાબડતોડ ૩૩૮ રન બનાવ્યા. જેમાં ફખર ઝમાને ૧૧૪, અઝહર અલીએ ૫૯ અને હફીઝે ૫૭ રન બનાવ્યા.
મેચમાં ૧૧૪ રન ની ઇનિંગ્સ રમનાર પાકિસ્તાની ક્રિકેટ પ્લેયર ઓપનર ફખર ઝમાનને ‘મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો. પાક ની જીતનો હીરો ફખર ને માનવામાં આવ્યો. પોતાના તાબડતોડ પરફોર્મન્સ ના કારણે મેચમાં ફખર લોકોનો ચહીતો બની ગયો. પાકે ભારત ને ૧૮૦ રન થી હરાવ્યું.
પાકિસ્તાની ટીમ નું પરફોર્મન્સ શાનદાર રહ્યું જયારે ભારતીય ટીમ તરફથી પરફોર્મન્સ ખરાબ રહ્યું. રોહિત શર્મા પહેલી ઓવરમાં જ આઉટ થઇ ગયા. રોહિત ની વિકેટ બાદ ટીમ ઇન્ડિયાની વિકેટ પડવાની શરુ થઇ ગઈ અને ટીમે ખુબ ખરાબ પરફોર્મન્સ આપ્યું.
જોકે, સાતમાં વિકેટ માટે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા ની વચ્ચે ૫૭ બોલ પર થયેલ ૮૦ રનની પાર્ટનરશીપે ટીમ ઇન્ડિયાને થોડી રાહત આપી. પરંતુ રવીન્દ્ર જાડેજા એ પંડ્યા ને રન આઉટ કરાવીને ભારતની ઉમ્મીદો પર પાણી ફેરવી દીધું.
વેલ, ચેમ્પિયન ટ્રોફી જીતવા પર પાકીસ્તાની ટીમ ને પ્રાઈઝ મની તરીકે ૨.૨ મિલિયન ડોલર એટલેકે લગભગ ૧૪.૧૮ કરોડ રૂપિયાનો વરસાદ થયો. જયારે ટીમ ઈન્ડિયાને ૧.૧ મિલિયન ડોલર એટલેકે લગભગ ૭ કરોડ રૂપિયા મળ્યા.
ICC ચેમ્પિયન ટ્રોફીમાં શિખર ઘવનને સૌથી વધુ ૩૩૮ રન બનાવ્યા હોવાથી ગોલ્ડન બેટ ના અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. શિખરને પૂર્વ ઓસ્ટેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગે એવોર્ડથી નવાઝ્યા અને પાક ના હસન અલીને આ ટુર્નામેન્ટ માં સૌથી વધુ ૧૩ વિકેટ લીધી હોવાથી ગોલ્ડન બોલ નો અવોર્ડ મળ્યો. તેમને આ અવોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આપ્યો.