પાંચજ સેકન્ડમાં રેડમી નોટ 4જીનો સ્ટોક થયો ખતમ!

પાંચજ સેકન્ડમાં રેડમી નોટ 4જીનો સ્ટોક થયો ખતમ!

ઝીઓમી રેડમી નોટ 4જીનો બીજો  સ્ટોક  પણ માત્ર પાંચ સેકન્ડમાં જ વેચાઇ ગયો છે. આ અમે નહી પરંતુ ખુદ કંપની ઇન્ડિયાના હેડ મનુ કુમાર જૈને ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટરમાં ઝીઓમી ફોનના ચાહકોનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે ઝીઓમીએ રેડમી નોટ 4જીના 50,000 હેન્ડસેટ્સની ફ્લેશ સેલ રાખ્યો હતો. બપોરે બે વાગ્યે ફ્લિપકાર્ટ ઉપર થયેલ આ સેલમાં શરૂ થયાના પાંચ જ સેકન્ડમાં આ ફોન આઉટઓફ સ્ટોક થઇ ગયો હતો. કંપનીના હેડે જણાવ્યું કે આ બન્ને સ્માર્ટફોન માટે લગભગ પાંચ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું.

આ ફોનનો છેલ્લો સેલ માત્ર છ સેકન્ડમાં સમાપ્ત થઇ ગયો હતો. ઝીઓમીએ ભારતમાં પોતાની સફળતાને સાબિત કરતાં ફ્લિપકાર્ટ ઉપર માત્ર છ સેકન્ડમાં 40,000 ફોનનું વેચાણ કરીને સેલ સમાપ્ત કરી દીધો હતો.

Comments

comments


3,667 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 8 =