એક પગ ચટ્ટાન પર, બીજો પગ આકાશ તરફ અને હાથોથી જમીનને સ્પર્શતા ડાન્સના સ્ટેપ્સ કરવા મુશ્કેલ અને ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ દુનિયામાં અનેક લોકો એવા હોય છે, જે આ પ્રકારના ખતરાને પોતાની સામાન્ય જિંદગીનો હિસ્સો બનાવી લે છે. આવી જ એક ડાન્સર ફ્રાંસના શહેર ચૈમોનિક્સની રહેવાસી ડાન્સ ટીચર અગાથે પેટ્રોની છે. અગાથે પહાડીઓ પર ચડીને એવા ડાન્સ સ્ટેપ્સ કરે છે, જેના વિશે કદાચ તમે વિચારી પણ નહીં શકો.
હાલમાં જ તેના ડાન્સની તસવીરો ફોટોગ્રાફ એલેક્સ બુઝે ક્લિક કરી. અગાથે કહે છે કે મારા એક્રોબેટિક મુવ્સવાળા ડાન્સના ફોટોશૂટને પાંચ કલાક લાગ્યા હતા. આ ડાન્સ કરતી વખતે સામાન્ય રીતે તો હું સેફ્ટી બેલ્ટ લગાવુ છુ પરંતુ કેટલાક સ્ટેપ્સ મે સેફ્ટી બેલ્ટ લગાવ્યા વિના પણ પુરા કર્યા છે. લોકોને અસાધારણ વસ્તુઓ પસંદ હોય છે અને એટલે જ મારા ડાન્સ સ્ટેપ્સ બધાને પસંદ આવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
દિવ્ય ભાસ્કર