ઘરે જો વૃધ્ધ લોકો હોય તો ચોક્કસ તમે તેમના મોઢે થી સાંભળ્યું હશે કે પલાળેલી બદામ ખાવાથી આ-આ ફાયદાઓ થાય. અમે પણ તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવવાના છીએ. બદામ પર્વતીય ક્ષેત્રોમાં થતો ડ્રાઈફ્રુટ્સ છે.
બદામનું મોટાભાગે ઉત્પાદન ઈરાન, ઈરાક કે સાઉદી અરબ વગેરે એશિયાઈ દેશોમાં થાય છે. આ સિવાઈ આના વૃક્ષો અફઘાનિસ્તાન અને માલદીવ માં પણ વિશેષ માત્રામાં જોવા મળે છે.
* ઠીક છે, સવારે ભૂખ્યા પેટે પલાળેલી બદામ ખાવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ સિવાય તમે ડાયાબિટીસ થી પણ બચી શકો છો.
* પલાળેલી બદામ હૃદયને સ્વસ્થ રાખે છે. આ હૃદયની પ્રણાલીની દેખરેખ રાખે છે. આ ઓક્સીડેટીવ સ્ટોક્સ ની રક્ષા કરવામાં સહાયક છે.
* પલાળેલી બદામ પાચન માં સહાયક છે. જો તમારે વજન ઘટાડવો હોય તો આનું સેવન કરો. આમાં રહેલ મોનોઅનસેચુરેટેડ ફેટ ભૂખને રોકવાનું કામ કરે છે. આ બદામ માં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ઉંમર વધવાની પ્રક્રિયાને ધટાડે છે.
* જો એવું ફિલ થાય કે મારે સાંભળવાની શ્રવણશક્તિ ઓછી થવા લાગી છે તો ચોક્કસ મોર્નિંગમાં સોક કરેલ બદામ ખાવી જોઈએ.
* પલાળેલી બદામ માં ફોલિક એસીડ વધારે માત્રામાં હોય છે. આ પોષક તત્વ ગર્ભમાં રહેલ શિશુ નું મસ્તિષ્ક અને ન્યુરોલોજીકલ સીસ્ટમના વિકાસમાં મદદગાર સાબિત થાય છે.
* એક હેલ્થ અધ્યયન મુજબ જે લોકો સપ્તાહમાં બે વાર બદામ ખાય છે તે બદામ ન ખાનારા કરતા 31 ટકા જેટલા દુબળા હોય છે. આવું તેમાં રહેલા ડાયટરી ફાઈબરને કારણે થાય છે.
* કમરના દુખાવા જેવા રોગોમાં આનું સેવન કરવું.
* પલાળેલી બદામમાં પ્રોટીનની માત્રા ખૂબ હોય છે, જે તમારા શરીરના મસલ્સને મજબૂત બનાવે છે.
* કેન્સર જેવી જીવલેણ બીમારીમાં આને ખાવાથી તમને ફાયદો થશે. આમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ એજેંટ એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણ ને રોકવામાં મદદરૂપ છે.
* આખી રાત પલાળેલી બદામમાં ભરપુર માત્રામાં ફોસ્ફરસ હોય છે જે, તમારા દાંતને મજબૂત બનાવે છે તેમજ તમને ગમ (મસુડા) પ્રોબ્લેમથી પણ બચાવે છે.
* આ આંખો પણ તેજ કરે છે. તેમજ મગજને તીવ્ર બનાવવામાં ઉપયોગી છે.