ભીમબેટકા ગુફા ભારતના મધ્યપ્રદેશ ના રાયસેન જીલ્લામાં આવેલ છે. ભારતમાં પહાડીય ગુફાઓનો સબંધ આદિકાળ થી ચાલ્યો આવે છે. ભીમબેટકા ગુફા ને અંગ્રેજીમાં ‘નેચરલ રોક શેલ્ટર’ કહેવાય છે.
આ ગુફા વિંધ્ય પર્વત ની શૃંખલાઓ પર બનેલ છે. આ લગભગ ૨૪,૪૦૦ જેવા શાનદાર વર્ગ કિમીમાં પથરાયેલ છે. આ પથ્થરોની ગુફાઓ પણ બનેલ ચિત્ર પાષણના ઈતિહાસ ને દર્શાવે છે. ડો.વિષ્ણુ શ્રીધર વાકાણકર (પુરાતત્વવિદો, Archaeologists) નામના વ્યક્તિએ ૧૯૫૮માં આ ગુફાની શોધ કરી હતી.
એવું માનવામાં આવે છે કે ભીમબેટકા ગુફાઓનું સ્થાન મહાભારતનું ચરિત્ર ભીમ સાથે સબંધિત છે. તેથી આનું નામ ભીમબેટકા પડી ગયું. આ ગુફાઓમાં બનેલ ચિત્રકારીઓ પાષણકાલીન મનુષ્યોના જીવનને દર્શાવે છે. ખરેખર, આ ગુફાને જોઇને તમને મજા આવશે. દરવર્ષે સેકડો પર્યટકો અહી મુલાકાત લેવા માટે આવે છે.
મોટાભાગની તસ્વીરોને આમાં લાલ અને સફેદ રંગોથી સજાવવામાં આવી છે. ઉપરાંત અહીના પથ્થરો પર વન્યજીવો એટલેકે જાનવરોના ચિત્ર પણ દર્શાવ્યા છે. અહીની દીવાલો, ભવન, અભિલેખ, શંખ અભિલેખ અને પરમાર કાલીન મંદિર વગેરે ૧૨,૦૦૦ વર્ષ જૂનું છે.
ગૌરવશાળી ઈતિહાસ હોવાના કારણે ભીમબેટકા ગુફાઓને ૨૦૦૩માં યુનેસ્કો દ્વારા ‘વિશ્વ વિરાસત સ્થળ’ માં શામેલ કરવામાં આવી. ભીમબેટકા ગુફાની શોધ બાદ આ સ્થળ પ્રખ્યાત થયું. આ આખું ક્ષેત્ર ગુફાઓ સાથે સંકળાયેલ છે. અહી લગભગ ૬૦૦ જેટલી ગુફાઓ છે.