અમુક લોકોને બીજાઓ પાસેથી અટ્રેક્શન મળે તે વધારે ગમતું હોય. જયારે અમુક લોકો સિમ્પલ હોય છે. અટ્રેક્શન મેળવવા માટે લોકો એવી એવી બેવકૂફીઓ કરવા લાગે છે કે તેમને પાછળથી હેરાન થવું પડે છે. આવું જ કઈ થયું આ મોડેલ સાથે પણ….
વેલ, હાલમાં એક રશિયન મોડેલે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જે ખુબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે તેણીએ લોકો પાસેથી પબ્લીસીટી મેળવવા માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. આ હોટ મોડેલનું નામ ‘યુલિયા કોનેવા’ છે, જે સેન્ટ પીટ્સબર્ગમાં રહે છે. કાચા માંસનો ડ્રેસ પહેરવો એ ખરેખર જ એક અજીબ કોન્સેપ્ટ છે.
મોડેલ માટે આ ડ્રેસ પહેરવો એટલો પણ સરળ નહોતો. આ અજીબ ડ્રેસ પહેરવામાં યુલિયા ને ૧ કલાક નો સમય લાગ્યો હતો અને બાદમાં તેણીએ ચાર કલાકનું ફોટોશૂટ કરાવ્યું. જેમ જેમ શુટિંગ શરુ થતું ગયું તેમ તેમ તે મીટ વાસી થવા લાગ્યું અને તેમાંથી ગંધ આવવા લાગી.
મોડેલને રો માંસની એટલી બધી ગંધ આવવા લાગી કે તેણી બરાબર શ્વાસ પણ નહોતી લઇ શકતી. આ ડ્રેસે મોડલનો ખુબ જ ખરાબ હાલ કર્યો. યુલિયા એ ફોટો માટે ચાર કલાક સુધી ઘણા બધા શોર્ટ્સ આપ્યા પછી તેમાંથી ફોટોગ્રાફરે પોઝ પસંદ કર્યા. બાદમાં તેણીએ ડ્રેસ બદલી.
યુલિયા એ પોતાનો આ ફોટોગ્રાફ ઈંસ્ટાગ્રામમાં પણ શેર કર્યો છે. તેણીએ ‘ઇન્ટરનેશનલ મેન્સ મેગેઝીન’ માટે ફોટોશૂટ કરાવ્યું હતું.
યુલિયા પહેલા અમેરિકાની મશહૂર પોપ સિંગર અને ‘વિયર્ડ ડ્રેસિંગ સેન્સ’ ઘરાવતી ‘લેડી ગાગા’ પણ ૨૦૧૦માં આવો ડ્રેસ પહેરી ચુકી છે. જેણે બાદમાં પશુઓની રક્ષા માટે લડનાર સંગઠનો તરફથી ખુબ જ આલોચના નો સામનો કરવો પડ્યો હતો. લેડી ગાગા આ ડ્રેસ અમેરિકન ‘એમટીવી’ ચેનલના શો માં પહેરીને આવી હતી.
આવી જ રીતે લેડી ગાગા અજીબો ગરીબ પરિધાન પહેરીને લોકો પાસેથી અટ્રેક્શન મેળવે છે. હવે તેની સાથે યુલિયાનું નામ પણ શામેલ થઇ ગયું છે.