છીણેલું પનીર – ૧૦૦ ગ્રામ
બાફેલ બટાકાનો માવો – ૩ કપ
છીણેલું નાળિયેર – ૧/૨ કપ
આદંુ-મરચાંની પેસ્ટ – ૧ ટીસ્પૂન
કાજુનો અધકચરો ભૂકો – ૧/૪ કપ
સમારેલા ધાણા – ર્ગાિનશિંગ માટે
ટામેટાં – ૪થી ૫ નંગ
લસણની પેસ્ટ – ૨ ટીસ્પૂન
બાફેલાં ગાજર – ૨ નંગ
ગરમ મસાલો – ૧ ચમચી
વાટેલાં આદંુ-મરચાં – ૪ ચમચી,
લાલ મરચું – ૨ ચમચી
બાફેલા બટાકાના માવામાં મીઠું ઉમેરો.
પનીરમાં કોફ્તાની બધી જ સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
બટાકાના માવામાંથી નાની પૂરી કરી તેમાં પનીરવાળું પૂરણ ભરી નાના કોફતા વાળવા.
તવામાં તેલ મૂકી કોફ્તાને બ્રાઉન રંગના શેકવા.
ગ્રેવીની સામગ્રી મિક્સ કરી ગ્રેવી બનાવવી.
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગ્રેવીની સામગ્રી વઘારવી.
ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચંુ ઉમેરી થોડું પાણી નાખી ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ ઉકાળવી.
ત્યારપછી તવામાં ડીપ ફ્રાય કરેલા કોફતા ઉમેરી ધાણાથી ર્ગાિનશિંગ કરી ગરમ ગરમ સર્વ કરો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર