પત્ની પિયરમાં માતા-પિતાને મળવા ગઈ હોય કે ઓફિશિયલ ટ્રીપ પર, ત્યારે પતિને થોડા સમય માટે મળી જાય છે આઝાદી. આ નવરાશના સમયમાં તેઓ કોઇ પણ પ્રકારની રોકટોક અથવા ઘરેલૂ નિયમ વગર પોતાનો સમય પસાર કરે છે. આ દરમિયાન તેઓ કેટલીક અજીબ ચીજો પણ કરે છે. આવો જાણીએ, પત્ની જ્યારે ઘરથી દૂર હોય ત્યારે પતિ ક્યા-ક્યા કામ કરતા હોય છે.
કુકિંગ એક્સપિરિમેન્ટ્સ
તમે ઘરમાં હોય તે સમય દરમિયાન તો પાર્ટનરને કિચનથી આઝાદી મળી જાય છે. પરંતુ જેવા તમે ઘરની બહાર થોડાં સમય માટે પણ દૂર થાવ તો તેઓને કુકિંગ એક્સપિરિમેન્ટ્સ માટે સમય મળી જાય છે. તમારાં પાર્ટનર ઇન્ટરનેટ અથવા મેગેઝીન વાંચીને કોઇ અજીબ ડીશ બનાવતા હોય છે, જો કે તેમાં તેઓને કેટલી સફળતા મળે છે તે તો કિચનની હાલત જ કહી આપશે. આ ડીશ બનાવવામાં તેઓને અસફળતા મળે તો આખરે તેઓ બ્રેડ-બટર આમલેટથી પણ કામ ચલાવી લે છે.
ફ્રીજનું સત્યાનાશ
તમે હંમેશા ફ્રીજમાં દરેક સામાન યોગ્ય રીતે ભરીને રાખો છો, ઇંડા તેની ક્રેટમાં, બોટલો રેન્ક પર અને શાકભાજી તેના માટે બનેલી બાસ્કેટમાં. પરંતુ તમારાં પતિ ફ્રીજ મેનેજમેન્ટમાં થોડા આળસી છે, તમારાં ગયા બાદ તેઓ બોટલો ફ્રિઝના દરેક રેકમાં ઉંધીચત્તી રાખી દે છે. ઇંડા શાકભાજીના બાસ્કેટમાં અને બ્રેડને પણ રેફ્રિજરેટર્સમાં મુકી દેવામાં આવે છે.
ગંદા વાસણોનો ભંડાર
જ્યારે તમે ઘરમાંથી બહાર જાવ છો તો ધ્યાનથી ગંદા વાસણો ચોખ્ખા કરીને અને ધોવાયેલા વાસણો રેકમાં રાખીને જાવ છો. પરંતુ તમારાં ગયા બાદ એક એક કરીને તેનો ઉપયોગ થાય છે અને વાસણ ગંદા થઇને સિંકમાં પહોંચી જાય છે. પછી એક સમય એવો આવે છે જ્યારે રેક પર મુકાયેલા વાસણો અને ખાસ પ્રસંગે ઉપયોગમાં લેવામાં આવતા વાસણોનો સેટ પણ તમારાં પતિદેવ ઉપયોગ કરી લે છે. પુરૂષોને સામાન્ય રીતે ખરાબ વાસણો સાફ કરવાનો કંટાળો આવતો હોય છે.
તમારો પાલતુ ડોગ તમારાં બેડ પર
તમારાં ગયા બાદ બેડ પર તમારાં પાર્ટનરની બાજુમાં તમારો ડોગી સૂતો જોવા મળે છે. તમે આ વાતને પાર્ટનરની લાપરવાહી માની લો કે અન્ય કોઇ બાબત, જે જગ્યાએ તમે સૂતા હોવ છો ત્યાં તમારો પાલતુ ડોગ સૂતેલો જોવા મળે છે.
કલાકો સુધી ક્રિકેટ મેચ
તમે ઘરમાં હાજર હોવ ત્યારે ટીવીનું રિમોટ ભલે ગમે તેની પાસે હોય, ચેનલ તમારી જ પસંદગીની જોવામાં આવે છે. પરંતુ જ્યારે તમારાં હસબન્ડ ઘરે એકલા હોય ત્યારે તેઓ આ અવસરનો ફાયદો ઉઠાવે છે. લાઇવ ક્રિકેટ મેચ ચાલી રહી હોય કે પછી હાઇલાઇટ્સ, તેઓ કલાકોના કલાક સુધી ક્રિકેટ જોતા રહે છે.
દર ત્રીસ મિનિટમાં ડિલીવરી બોય
કેટલું સરળ હોય છે કે, કંઇક ખાવાનું મન થાય તો કાઉચ પર બેઠા બેઠા તમને ઓર્ડર આપી દીધો અને માંગેલી ડીશ હાજર. પરંતુ જ્યારે તમે ઘરેથી દૂર હોવ છો તો તમારાં પાર્ટનર થોડીઘણી મહેનત કરવાના બદલે એક સરળ રસ્તો શોધી નાખે છે. ફોન ઉપાડ્યો અને બહારથી ખાવા પીવાની ચીજ ઓર્ડર કરી દીધી. ડિલીવરી બોય મિનિટોમાં આવીને તમારાં દરવાજા પર ઓર્ડર ડિલીવર કરીને જાય છે. તેથી ઘરે પરત ફર્યા બાદ તમને ટેબલ ઉપર ફેલાયેલા બિલ મળે તો, ચોંકશો નહીં!
ગંદા કપડાંનો ઢગલો
પરત ફર્યા બાદ તમને ઘરમાં એક ચીજ ચોક્કસથી મળી જશે અને તે છે બેડરૂમમાં લગાવેલા ગંદા કપડાંના ઢગલા. આ ઢગલામાં તમારાં પાર્ટનરના સોક્સથી લઇને કોટ સુદ્ધાં સામેલ હશે. કારણ કે તમારાં પાર્ટનરને વોશિંગ મશીન ચલાવવાનું નથી આવડતું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર