પતિ, પત્ની અને સમજણનો સંબંધ

20151230181008376084_imgb

પત્ની જ્યારે પણ તૈયાર થતી ત્યારે પતિને પૂછતી કે કેવી લાગું છું? પતિ ઓલવેઝ જવાબ આપવામાં મોડું કરતો અને પત્નીને ખોટું લાગી જતું.
તારા માટે તૈયાર થતી હોઉં છું અને તને તો કંઈ પડી જ નથી. હવે તને કોઈ દિવસ પૂછવાની જ નથી! આમ છતાં એ દરેક વખતે પૂછતી, પતિ દરેક વખતે જવાબ આપવાનું મોડું કરતો અને પત્ની ખોટું લગાડતી.

એક વખત થયું એવું કે ત્રણ મહિના માટે પતિને કામ સબબ વિદેશ જવાનું થયું. આ સમય બંને માટે અઘરો હતો. પત્નીને અમુક પ્રસંગોપાત તૈયાર થવાનું થતું. દર વખતે તે મનમાં બોલી જતી કે જો તો, હું કેવી લાગું છું? હવે તો જવાબ આપવાવાળું જ કોઈ હાજર ન હતું! પત્નીની આંખો ભીની થઈ જતી.

તેણે એક રસ્તો શોધી કાઢયો. તૈયાર થઈને તરત જ સેલ્ફી પાડી પતિને મોકલી આપતી, મેસેજમાં લખતી કે કેવી લાગું છું? બીજી જ મિનિટે પતિનો જવાબ આવતો કે યુ લુક ર્ગોિજયસ!

selfie-bridal-photo-shoot-3

પત્નીએ એક વખત લખ્યું કે સામે હતો ત્યારે તો આટલી ઝડપથી જવાબ નહોતો આપતો! હવે કેમ આટલી ઝડપથી રિસ્પોન્ડ કરે છે?

પતિએ કહ્યું કે તું નજીક હતી ત્યારે તને નારાજ કરવાનું પણ ગમતું હતું. તને મનાવવાની પણ મજા આવતી હતી. હવે તું પાસે નથી. હવે તો તારા ફોટાની રાહ જોતો હોઉં છું. લવ યુ ટુ મચ!

ખોટું એનું જ લાગે જેની સાથે પ્રેમ હોય! બાકી તો માણસ એવું જ કહેતો હોય છે કે જેને જેવું લાગવું હોય એવું લાગે. શું ફેર પડે છે?
સાચી વાત છે, કંઈ જ ફેર પડતો નથી. ફેર પડતો હોય એનું જ ખોટું લાગે.તમારું કોઈને ખોટું લાગે છે? તમને કોઈનું ખોટું લાગે છે? જો લાગતું હોય તો માનજો કે એ તમારી નજીક છે, એ તમને પ્રેમ કરે છે. આવી વ્યક્તિને પ્રેમથી મનાવી લેજો.

ખોટું લગાડવાની મજા શું છે એ જાણવું હોય તો ક્યારેક એવી વ્યક્તિની વેદના જાણી જોજો જેનું કોઈને ક્યારેય ખોટું લાગતું હોતું નથી! ખોટું લગાડવાવાળા પણ બધાના નસીબમાં નથી હોતા….

Pic-46

Comments

comments


8,506 views

Leave a Reply

Your email address will not be published.


5 + 3 =