સામગ્રી
બાજરીનો લોટ – ૧૫૦ ગ્રામ
ચણાનો લોટ – ૧૫૦ ગ્રામ
વાટેલી મગની દાળ – ૧૫૦ ગ્રામ
ઘઉંનો જાડો લોટ – ૫૦ ગ્રામ
મકાઈનો લોટ – ૫૦ ગ્રામ
આદું-મરચાં પેસ્ટ – ૨ ટેબલસ્પૂન
મરચું – ૨ ટીસ્પૂન
હળદર – ૧/૨ ટીસ્પૂન
ખાટું દહીં – ૧ કપ
મીઠું – સ્વાદ પ્રમાણે
તેલ – જરૂર મુજબ
કોથમીર – ૧ ટેબલસ્પૂન
રીત
તમામ લોટ મિક્સ કરી તેમાં વાટેલી દાળ નાખો.
તેમાં આદું-મરચાં પેસ્ટ, મરચું, કોથમીર, હળદર, મીઠું તથા દહીં મિક્સ કરી ખીરુંં બનાવો.
પેન ગરમ કરી તેમાં થોડું તેલ નાંખી ખીરું સ્પ્રેડ કરી પૂડલા પાડો.
પૂડલા બંને તરફ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
લીલી ચટણી સાથે ગરમા-ગરમ પૂડલા સર્વ કરો.