ભારતીય પ્રોફેશનલ પહેલવાન મહાબલી શેરાએ ટોટલ નોન સ્ટોફ એક્શન (ટીએનએ)માં ધમાકેદાર એન્ટ્રી કરી છે. શેરાએ પોતાની પ્રથમ ફાઇટમાં ટાઇગર ઉનોને બે મિનિટમાં ભોંગભેગો કરીને પંજાબ મસલ્સનો પાવર બતાવ્યો હતો. 26મી જાન્યુઆરીએ સોની ચેનલ પર શેરાની ફાઇટનું પ્રસારણ કરાયું હતું અને મોહાલીમાં તેના પરિવાર પ્રસારણની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું. જેવો શેરાએ એક શક્તિશાળી પંચ ઉનોનો માર્યો હતો કે તે નીચે પડી ગયો હતો અને રેફરીના ત્રણ કાઉન્ટ થતાની સાથે શેરાએ વિજયી ગર્જના કરી હતી. શેરાના ભાઇ જણાવ્યું હતું કે પરિવારના લોકો 8:30 થી ટીવી સામે બેસી ગયા હતા.
ટીએનએએ આપ્યું છે કોયા નામ
ટીએનએએ મહાબલી શેરાને કોયા નામ આપ્યું છે. ટીએનએની વર્લ્ડ ટેગ ટીમ ચેમ્પિયનશિપ માટે શેરાને રેવોલ્યૂશન ટીમે પોતાની ટીમમાં લીધો છે. ટીએનએ ભારતીય બજારમાં શેરાને ફેમસ કરવા માંગે છે. ડબલ્યુંડબલ્યુંઈમાં દિલીપ સિંહ રાણાને ગ્રેટ ખલીના નામથી ઉતારવામાં આવ્યો હતો, જે તેની ઓળખાણ બની ગઈ છે.
ગ્રેટ ખલીએ પાઠવ્યા અભિનંદન
શેરાએ પ્રથમ ફાઇટમાં જ વિજય મેળવતા ગ્રેટ ખલીએ આનંદ વ્યક્ત કર્યો છે. ખલીએ જણાવ્યું હતું કે, ‘‘શેરા એક શાનદાર રેસલર છે અને તેનામાં એ બધા ગુણો છે જે એક મોટો રેસલરમાં હોવા જોઈએ. મે તેને આ પહેલા પણ જોયો હતો ત્યારથી મનમાં હતું કે એક દિવસ આ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર નામ કમાશે. મને તેના પ્રેત્યે વધારે આશા છે.’’
સૌજન્ય
દિવ્ય ભાસ્કર