નેલ કેરનો ટાઈમ નથી : just try 10 nail tips

try 10 nail tips that will change your life

1. જો તમને નખ ફાઈલ કરવાનું ના ગમતું હોય તો તમે એમને કોર્નરથી કટ કરીને અણિયાળો(angularly) શેપ આપી દો. આમ કરવાથી એ વધશે ત્યારે શેપમાં જ વધશે. આમ તમારા ફાઈલ કરવાનો સમય બચી જશે!

2. ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં નેઇલ પોલિશનો બીજો કોટ લગાવતાં પહેલાં થોડી વધારે રાહ જુઓ કારણ કે વાતાવરણમાં રહેલાં ભેજને કારણે નેઇલ કલર ઝડપથી સુકાતા નથી.

3. ઉતાવળમાં નેલ પેન્ટ કર્યા છે ? તો કોઈ વાંધો નહીં., હવે તમારી આંગળીઓને આઈસ કોલ્ડ વૉટરમાં 10 સેકન્ડ માટે ડુબાડી રાખો. આમ કરવાથી એ થીઝીને સુકાઈ જશે.

try 10 nail tips that will change your life

4. શું તમારા નેલ પેન્ટ ફેડ થઈ ગયા છે? તો તેની પર વધારાનો એક કોટ કરી દો એટલે તમારે એને રીમુવ કરવાની જરૂર નહિં પડે.

5. તમે વેકેશન પર જતી વખતે રિફ્રેશિંગ નેલ પેન્ટની મથામણમાં પડવા નથી માગતા? તો તમારે ગ્લિટર નેલ કલર્સ વાપરવા જોઈએ. આ કલર્સ 10 દિવસ માટે તો ફેડ થયા વિના એમને એમ જ રહેશે.

6. જો તમારા ક્યુટિકલ્સ તમારી ચિંતાનું કારણ હોય તો તમારે આંગળીના ટેરવા પર ઓલિવ ઓઈલથી મસાજ કરો. તમારી સમસ્યા દૂર થઈ જશે.

try 10 nail tips that will change your life

7. ડાર્ક કલર્સની નેલ પોલિશ વાપરતી છોકરીઓ જાણતી જ હશે કે આનાથી તેમના નખ પીળા પડી જાય છે. જો તમે વાઈટનિંગ ટૂથપેસ્ટ લઈને સોફ્ટ ટૂથબ્રશથી તેના પર સ્ક્રબ કરશો નખ પહેલાં જેવા થઈ જશે. આ સિવાય તમે પાણી અને વિનેગરનાં મિશ્રણમાં હાથને 10 મિનિટ રાખી મુકશો તો પણ ફાયદો થશે.

8. તમે હંમેશા DIY nail art વાપરવા ઇચ્છો છો? તો તમે પોલકા ડોટેડ નેલ કે પછી સ્મોલ ફ્લાવરની ડિઝાઈન ટૂથપીકથી બનાવી શકો છો. આ માટે તમારે તેને કોન્ટ્રાસ્ટિંગ કલરમાં ડુબાડીને માત્ર એપ્લાય જ કરવાની રહેશે.

9. શું નેલ પોલિશ લગાવતી વખતે તે આંગળી પર ચોંટી જાય છે? તમે ear bud (કાન સાફ કરવાનું) કે નાના પેઈન્ટ બ્રશને નેલ પોલિશ રિમૂવરમાં ડિપ કરીને તેને દૂર કરો. આમ કરવાથી તમારી નેલ પોલિશ બગડશે નહી.

10. ખાસ યાદ રાખો કે એક ઘટ્ટ કોટ કરવા કરતાં 2-3 પાતળા કોટ કરશો તો સારું રિઝલ્ટ મળશે. તમે quick-dry nail paint યૂઝ કરી શકશો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,280 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 5