નેતાઓના બાળકો માંથી કોઈ બન્યું નેતા, તો વળી કોઈ બન્યું અભિનેતા, અચૂક જાણો

neha-sharma-75-h

દરેક માતા-પિતા નું એ સ્વપ્ન હોય છે તેઓએ જે સ્વપ્ન પૂર્ણ ન કર્યું હોય તે તેમના બાળકો કરે. આજ આ લીસ્ટમાં આપણા દેશના નેતાઓ પણ શામેલ છે. જોકે, નેતાની ફેમિલી વિષે લોકોને વધારે જાણકારી નથી હોતી. આજે અમે તમને રાજકીય પરિવારના બાળકો વિષે જણાવવાના છીએ. જેમણે રાજનીતિમાં પોતાનું બાળપણ તો જોયું પણ પોલીટીક્સ સિવાય બીજા ફિલ્ડમાં પણ નામ કમાયા.

નિકુંજ મલિક

24876854

હાલમાં જ જયપુરમાં આયોજિત પ્રો-કબડ્ડી મેચની એંકર નિકુંજ મલિક ખુબ ચર્ચામાં છવાયેલ છે. નિકુંજ મલિક ભાજપના એક્ઝિક્યુટિવ, શુભલતા મલિકની પુત્રી છે. નિકુંજે ફૂટવેર અને એસેસરીઝ ડિઝાઇનિંગ ની ડીગ્રીમાં એનઆઇએફટી થી સ્નાતકની ડીગ્રી હાંસિલ કરેલ છે. નિકુંજ એ છોકરી છે જેણે પહેલા રાહુલ મહાજનના સ્વયંવરમાં પાર્ટીસિપેટ કર્યું હતું.

તેણે પોતાના કેરિયરની શરૂઆત 2010 આવેલ શો ‘રાહુલ મહાજન કા સ્વયંવર’ થી કરી હતી. નિકુંજ ‘રિવોલ્વર રાની’ અને શોકીન’ જેવી મુવીઝ પણ કરી ચુકી છે. આ ઉપરાંત તેણી ‘24′, ‘ સિંહાસન બત્તીસી અને ‘અદાલત’ જેવી ટીવી સીરીયલમાં પણ આવી ચૂકેલ છે.

સોનાક્ષી સિંહા

sonakshi-759

‘દબંગ’ ગર્લ સોનાક્ષી સિંહાને કોણ જાણતું. તમે બધા જાણતા જ હશો કે સોનાક્ષી ના પિતા શત્રુધ્ન સિંહ પોતાના જમાનામાં એક સુપરસ્ટાર રહું ચુક્યા છે. સોનાક્ષી એક પ્રમુખ અભિનેતા અને એક રાજનેતા અને પૂનમ સિન્હાની પુત્રી છે. તેના બે જુડવા ભાઈઓ ‘લવ સિંહા’ અને ‘કુશ સિંહા’ છે જે તેનાથી તે નાની છે.

સોનાક્ષીએ મુંબઈની આર્ય વિદ્યા મંદિરથી પોતાની સ્કુલની શિક્ષા અને શ્રીમતિ નાથીબાઇ દામોદર થ્રોસ્લે વિમેન્સ યુનિવર્સિટી માં શિક્ષા લીધી છે. ઉપરાંત તેણીએ ફેશન ડિઝાઇનિંગ માં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સોનાક્ષી સિંહા બોલીવુડની સૌથી સફળ અભિનેત્રીમાં ના લીસ્ટમાં આવે છે.

અરુણોદય સિંહ

Arunoday-Singh

કોંગ્રેસના નેતા અજિત સિંહના પુત્ર અને મધ્યપ્રદેશ ના ભૂતપૂર્વ પ્રધાન અર્જુન સિંહના પૌત્ર છે. અરુણોદય સિંહનો જન્મ 17 ફેબ્રુઆરી 1983 માં રીવા, ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો છે. અરુણોદય સિંહે પોલીટીકલમાં પોતાનું કેરિયર શરુ કરવાની જગ્યાએ બોલીવુડમાં કર્યું. તેણે પોતાના કેરિયરની શરૂઆત 2009 માં આવેલ ‘સિકંદર’ થી કરી હતી.

અરુણોદયે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં અભિનય નો કોર્સ કર્યો અને બ્રાન્ડેડ યુનિવર્સિટીમાં પોતાનું બાકીનું ભણતર પૂર્ણ કર્યું. ફિલ્મ ‘યે સાલી જિંદગી’ માં તેમને શ્રેષ્ઠ સપોર્ટીંગ અભિનેતા માટેનો એવોર્ડ મળી ચુક્યો છે. હવે તેઓ હ્રીતિક રોશનની આગામી ફિલ્મ ‘મોહેન-જો-દડો’ માં જોવા મળશે.

નેહા શર્મા

neha-sharmascene-read

નેહા શર્મા, કોંગ્રેસના ધારાસભ્ય અજિત શર્માની પુત્રી છે. નેહા મૂળ બિહારની છે. તેણે પોતાના સ્કુલની શિક્ષા ભાગલપુરથી પૂર્ણ કરી હતી. નેહાએ ફિલ્મી દુનિયામાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે. નેહાએ તેલુગુ અને હિન્દી મુવીઝ માં કામ કર્યું છે. નેહાએ દિલ્હીના એનઆઇએફટી કોલેજથી ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ કરેલ છે.

તેણીએ પોતાના કેરિયરની શરૂઆત 2007 માં તેલુગુ ફિલ્મ ‘ચીરુંથા’ થી કરી હતી. ત્યારપછી તેને બોલીવુડમાં મહેશ ભટ્ટ ના નિર્દેશકમાં બનેલ ફીમ ‘કુક’ માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મને લઇને તે ખુબ ચર્ચામાં રહી હતી.

ચિરાગ પાસવાન

chirag-paswan-bollywood_650x400_41442570938

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના રાજકારણી છે. ચિરાગે દિલ્હી યુનિવર્સિટી થી શિક્ષા લીધી છે. ચિરાગ બિહારના જમુઈ લોકસભાના સાંસદ પણ છે. ચિરાગે બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ ‘મિલે યા ન મિલે’ થી ડેબ્યુ કર્યું હતું.

ચિરાગે હવે સિનેમા ની ગ્લેમરસ દુનિયા છોડી રાજનીતિ ની દુનિયામાં પગ મુક્યો છે. જોકે, ચિરાગની ફિલ્મી દુનિયા સુપર ફ્લોગ રહી. હવે તેઓ રાજનીતિ ની દુનિયામાં પોતાનું નસીબ આજમાવી રહ્યા છે. જોકે, ખુબજ ઓછા સમયમાં ચિરાગે રાજનીતિ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.

Comments

comments


5,520 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − 2 =