નિષ્ફળતા સફળતા કરતા ઘણુબધું વધારે શીખવી જાય છે…

success-by-intent-not-by-chance-1090x614

બધાની લાઈફમાં ક્યારેક એવો તો સમય આવે જ છે જયારે બધી વસ્તુઓ તેમના વિરોધમાં હોય છે. સફળતા કરતા અસફળતામાં માણસને વધુ શીખવા મળે છે. આજે આપણી સમક્ષ જેટલા પણ મોટા મોટા બિઝનેસમેન અને સાઈન્ટીસ્ટ છે તેમણે પણ અસફળતા માંથી જ સફળતા મેળવી છે.

આજે અમે તમને એક સફળ વ્યક્તિની સ્ટોરી જણાવવાના છીએ. જેઓ ને અસફળતા માંથી સફળતા મળી છે. હેનરી ફોર્ડ, જે બિલિયોનેર અને વિશ્વમાં પ્રખ્યાત ફોર્ડ મોટર કંપનીના માલિક છે. સકસેસ થતા પહેલા ફોર્ડ અન્ય પાંચ બિઝનેસમાં ફેલ થઇ ચુક્યા છે. ફોર્ડની જગ્યાએ કોઈ બીજું હોય તો તે પાંચ વાર બિઝનેસમાં ફેલ થયા બાદ હતાશ થઇ જાત અને સેલ્ફકોન્ફીડન્સ પણ લો થઇ જાત.

પરંતુ, ફોર્ડે આવું ન કર્યું. આજે હેનરી ફોર્ડ બિલિયોનેર કંપનીના માલિક છે અને એ પણ પોતાના આત્મવિશ્વાસ ને કારણે. સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ એટલો જ જરૂરી છે જેટલુ જીવન જીવવા માટે ભોજન. કોઇપણ સફળતા આત્મવિશ્વાસ વગર નથી મળતી.

જો અસફળતાની વાત કરીએ તો થોમસ આલ્વા એડીસન નું નામ સૌપ્રથમ આવે છે. લાઈટનો બલ્બ બનાવતા પહેલા તેમને લગભગ 1000 વાર વિફળ પ્રયોગો કર્યા હતા.

shutterstock_131588138

એલ્બર્ટ આઇન્સ્ટાઇન જે ચાર વર્ષની ઉંમર સુધી કઈ બોલી નહોતો શકતો અને 7 વર્ષની ઉંમર સુધી નિરક્ષર હતો. લોકો તેમને માનસિક રૂપે કમજોર માનતા હતા. પરંતુ પોતાની થીયરી અને સિદ્ધાંતોની મદદથી તે દુનિયાનો સૌથી મોટો સાઈન્ટીસ્ટ બન્યો.

તો જરા વિચારો જો હેનરી ફોર્ડ પાંચ વર્ષ સુધી બિઝનેસમાં ફેલ થઇને બેસી ગયો હોય તો કે એડીસન 999 અસફળ એક્સ્પેરીમેન્ટ છોડી દેત’તો અને આઇન્સ્ટાઇન પણ પોતાની જાતને વિક માની લેત તો?

આપણે ખુબ સારી મહાન પ્રતિભાઓથી અને ઈન્વેન્શન થી અજાણ્યા રહી ગયા હોત.

મનુષ્યને પોતાની લાઇફમાં આવતી સમસ્યાનો સામનો કરવો જોઈએ. લોકો કેટલી પણ મહેનત કરે પણ તેમના માં આત્મવિશ્વાસ પણ હોવો જરૂરી છે.

તો મિત્રો, અસફળતા સફળતા કરતા વધારે મહત્વની છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,270 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 − = 0