ના વાંચો તો મારા સમ !!

ખીચોખીચ ભરેલા ટ્રેઇનના એક ડબામાંથી ટીકીટ ચેકરને એક પાકિટ મળ્યું. એણે અંદર જોયું પણ પાકિટમાં માત્ર એક ભગવાનનો ફોટો અને થોડા રૂપિયા હતા એ સિવાય એવું કંઇ જ નહોતું કે પાકિટના માલિકની ઓળખ મળી શકે.

ટીસી એ પાકિટ ઉંચુ કરીને પુછ્યુ કે આ પાકિટ કોનું છે ? એક વૃધ્ધ કાકાએ કહ્યુ કે ભાઇ એ મારુ છે. પેલા ટીસીએ ફરી પુછ્યુ કે આપનું જ પાકિટ છે એની ખાત્રી આપો એટલે કાકાએ કહ્યુ કે સાહેબ અંદર ભગવાનનો એક ફોટો હશે. ટીસીએ હસતા હસતા કહ્યુ , ” કાકા ભગવાનના ફોટા તો બધાના પાકિટમાં હોય, આમાં તમારો ફોટો કેમ નથી ?”

krishna31

કાકાએ ઉંડો શ્વાસ લઇને કહ્યુ , ” ભાઇ , હું જ્યારે નાનો હતો , શાળામાં ભણતો ત્યારે મારા પપ્પા વાપરવા માટે પૈસા આપતા અને મમ્મી બહું જ ધ્યાન રાખતી આથી મે મારા પાકિટમાં મારા મમ્મી પપ્પાનો ફોટો રાખ્યો હતો. કોલેજમાં આવ્યો અને એક યુવતિ સાથે પરિચય થયો અને પછી મમ્મી-પપ્પાના ફોટાનું સ્થાન આ યુવતિના ફોટાએ લીધુ.

એક સુંદર છોકરી સાથે મારા લગ્ન થયા સ્વાભાવિક છે કે મારા પાકિટમાં હવે એનો જ ફોટો હોવાનો પછી તો ભાઇ મારે ત્યાં પ્રથમ બાળકનો જન્મ થયો એ દિવસ અને આનંદ તો ક્યારેય ભુલાય એમ જ નથી કે જ્યારે મને પપ્પા બન્યાના સમાચાર મળ્યા, બસ હવે મારા આ બાળકનો ફોટો જોવાની સતત ઇચ્છા થયા કરે એટલે એનો ફોટો પાકિટમાં રાખ્યો.”

આંખમાં આંસુ સાથે કાકાએ વાત આગળ વધારતા કહ્યુ , ” માતા-પિતા તો આ દુનિયા છોડીને જતા રહ્યા , કોલેજની પેલી યુવતિએ તો કોલેજની સાથે સાથે મને પણ છોડી દિધો , ગયા વર્ષે મારી ધર્મપત્નિ પણ મને મુકીને જતી રહી , મારો દિકરો હવે પોતાના પરિવારમાં મસ્ત છે એને મારા માટે સમય નથી માટે એ હોવા છતા ન હોવા જેવો છે. જેને મેં મારા હદયની સૌથી વધુ નજીક રાખ્યા હતા એ બધા આજે મારાથી ખુબ દુર છે. અને એટલે હવે મે મારા પાકિટમાં ભગવાન કૃષ્ણનો ફોટો રાખ્યો છે મને હવે સમજાય છે કે મને કોરી ખાતી એકલતાને દુર કરનારો મારો કાયમનો સાચો સંગાથી માત્ર એ એક જ છે મને એ ક્યારેય એકલો નહી છોડે.”

ટીકીટ ચેકરે બીજા કોઇ જ સવાલ કર્યા વગર પાકિટ કાકાના હાથમાં મુકી દીધુ. આગલા સ્ટેશને જ્યારે ગાડી ઉભી રહી ત્યારે ટીકીટ ચેકર નીચે ઉતર્યો. પ્લેટફોર્મ પર આવેલા બુકસ્ટોલ પાસે ગયો અને સેલ્સમેન ને પોતાનું પાકિટ બતાવીને પુછ્યુ , ” ભાઇ તારી પાસે મારા આ પાકિટમાં રાખી શકાય એવો ભગવાનનો ફોટો છે ? ”

મિત્રો, કાયમનો સંગાથી વધુ દુર જતો ન રહે એનું પણ થોડુ ધ્યાન રાખવુ.

Comments

comments


8,381 views

One thought on “ના વાંચો તો મારા સમ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 6 =