નાસ્તા માટે બનાવો આ મસાલેદાર અને ચટપટી ભેળ

સામગ્રી

maxresdefault

*  ૧ કપ સમારેલ પુદીના,

*  ૧/૨ કપ સમારેલ કોથમીર,

*  ૧૧/૨ કપ શેકેલા દાળિયા,

*  ૧ ટીસ્પૂન સમારેલ લીલા મરચા,

*  ચપટી હળદર,

*  ચપટી હિંગ,

*  ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૪ કપ મમરા,

*  ૧/૨ કપ બટાકા,

*  ૧/૨ કપ સમારેલ ડુંગળી,

*  ૪ ટીસ્પૂન મસાલા ચણાની દાળ,

*  ૪ ટીસ્પૂન શેકેલી શીંગ,

*  ૧ ટીસ્પૂન સમારેલ કાચી કેરી,

*  ૧ ટીસ્પૂન ઘાણાજીરું પાવડર,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧/૪ ટીસ્પૂન ઝીણી સેવ,

*  ૬ થી ૭ ડ્રાય પાપડી.

રીત

એક બાઉલમાં સમારેલ પુદીના, સમારેલ કોથમીર, શેકેલા દાળિયા, સમારેલ લીલા મરચા, ચપટી હળદર, ચપટી હળદર, ચપટી હિંગ, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને પાણી નાખ્યા વગર જ મિક્સરમાં પીસી લેવું.

હવે એક બાઉલમાં મમરા લઇ તેમાં બટાકા (બાફેલા, છાલ ઉતારેલ, નાના ટુકડા કરેલ), સમારેલ ડુંગળી, મિક્સરમાં તૈયાર કરેલ પેસ્ટ, મસાલા ચણાની દાળ, શેકેલી શીંગ, સમારેલ કાચી કેરી, ઘાણાજીરું પાવડર, લાલ મરચું, ૧ ટીસ્પૂન લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું, ઝીણી સેવ અને ૬ થી ૭ ડ્રાય પાપડી (ટુકડા કરેલ) નાખી આને હાથોથી મિક્સ કરો. હવે રેડી છે આ મસાલેદાર ચટપટી ભેળ.

Comments

comments


5,698 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =