નાસ્તા માટે ફટાફટ બનાવો આ ફ્રેંચ ફ્રાઈઝ રેસિપી

સામગ્રી

Recipe-French-Fries-home-1024x686

*  ૧૧/૪ કપ પોટેટો ફીન્ગર્સ,

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧/૨ ટીસ્પૂન દળેલું ઘણાંજીરું,

*  સ્વાદાનુસાર મીઠું.

રીત

સૌપ્રથમ બટાટાને ફિંગર ચિપ્સની જેમ ચીરો કરવી. પછી આને બાફવા માટે તપેલીમાં પાણી ગરમ કરીને તેની અંદર પોટેટો ફીન્ગર્સ નાખી ૫ થી ૭ મિનીટ સુધી બફાવવા દેવી.

૫ થી ૭ મિનીટ બાદ પોટેટોને ચારણી વડે ચાળી લેવા, જેથી પાણી નીકળી જાય. બાદમાં આને  ટેસ્ટી બનાવવા માટે તવીમાં ઓઈલ નાખીને પોટેટો ફીન્ગર્સ નાખવી. પછી આ પોટેટો ફીન્ગર્સને ૮ થી ૧૦ મિનીટ કુક થવા દેવી.

જયારે કુક થતું હોય ત્યારે આને વચ્ચે વચ્ચે એવી રીતે હલાવવું કે પોટેટો ભાંગી ન જાય. થોડા સમય બાદ આ ચિપ્સ બ્રાઉન રંગની થવા લાગશે. પછી આમાં લાલ મરચું, દળેલું ઘણાંજીરું અને સ્વાદાનુસાર મીઠું નાખીને ૨ થી ૩ મિનીટ સુધી પોટેટોને કુક થવા દેવા. હવે આ રેડી છે તો આને સોસ સર્વ કરો.

Comments

comments


7,339 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 × = 72