નાસ્તા માટે ઝટપટ બનાવો ભાતના પુડલા

સામગ્રી

Bhaatnapudla2751-e1447651924379

*  ૩ કપ બાફેલ ભાત,

*  ૧/૪ કપ ઘઉંનો લોટ,

*  ૩/૪ કપ ચણા લોટ,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧/૪ ટીસ્પૂન હિંગ,

*  ૧/૪ ટીસ્પૂન લાલ મરચું,

*  ૫ ટીસ્પૂન દહીં,

*  ૧/૪ કપ બારીક સમારેલ કોથમીર,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,

*  ૧/૪ ટીસ્પૂન ખાંડ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન તેલ,

*  ૩/૪ કપ આસપાસ પાણી.

રીત

એક બાઉલમાં બાફેલ ભાત નાખી તેને મેશ કરવા. હવે તેમાં ઘઉંનો લોટ, ચણા લોટ, હળદર, હિંગ, લાલ મરચું, દહીં, બારીક સમારેલ કોથમીર, બારીક સમારેલ લીલા મરચાં, ખાંડ, સ્વાદાનુસાર મીઠું, તેલ અને પાણી નાખી સ્પૂન વડે બરાબર મિક્સ કરી લેવું.

હવે એક નોનસ્ટીક લઇ તેને ઓઈલ થી ગ્રીસ કરવું. બાદમાં પુડલા માટે એક ચમચા જેટલું બેટર લઇ તવામાં નાખી ૪ ઇંચ જેટલું ફેલાવવું. પછી તેની આજુબાજુ થોડું તેલ રેડવું.

ત્યારબાદ એક સાઈડ આ પુડલો કુક થાય એટલે તેને બીજી સાઈડ પલટાવવો. આવી રીતે બચેલા બેટરના બધા પુડલા બનાવો અને સોસ સાથે સર્વ કરો.

Comments

comments


8,226 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 6